Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે બે આરોપીઓની જામીન અરજી ફગાવી:બંને આરોપી 60 વર્ષથી ઉપરના, અમદાવાદમાં 34 વર્ષ પહેલાં પત્નીની હત્યા કરી લાશ ખાડામાં દાટી દીધી હતી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 2, 2026 👁 4 views
અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે બે આરોપીઓની જામીન અરજી ફગાવી:બંને આરોપી 60 વર્ષથી ઉપરના, અમદાવાદમાં 34 વર્ષ પહેલાં પત્નીની હત્યા કરી લાશ ખાડામાં દાટી દીધી હતી
અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે 60 વર્ષથી ઉપરના બે આરોપીઓ સમસુદ્દીન ખેડાવાલા અને મોહમદ ઇકબાલ ખેડાવાલાની જામીન અરજી ફગાવી નાખી છે. તેમની ઉપર અમદાવાદના DCB પોલીસ મથકે ચાલુ વર્ષે હત્યા, પુરાવાનો નાશ અને ગુનાહિત કાવતરાનો ગુનો નોંધાયો હતો. અરજદારોને ખોટી રીતે કેસમાં ફસાવવામાં આવ્યા અરજદારો પૈકી એક મૃતકનો પતિ અને એક જેઠ છે. તેઓએ રજૂઆત કરી હતી કે તેઓ સંપૂર્ણપણે નિર્દોષ છે, તેમણે કોઈ ગુનો કર્યો નથી અને બનાવમાં પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ કોઈ ભૂમિકા ભજવી નથી. બનાવનો સમયગાળો 1992 ના વર્ષનો છે, જ્યારે તેની ફરિયાદ સરકાર તરફે 34 વર્ષ બાદ દાખલ કરવામાં આવી છે. આ કેસમાં તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને ચાર્જશીટ ફાઇલ થઈ ચૂકી છે. સાક્ષી સાદીકખાનના નિવેદનના આધારે અરજદારોને ખોટી રીતે આ કેસમાં સંડોવી દેવામાં આવ્યા છે. બંને અરજદારો સિનિયર સિટીઝન છે અને શારીરિક બીમારીઓથી પીડાય છે. તેમણે પોલીસ તપાસમાં પૂર્ણ સહકાર આપ્યો છે, તેમના નાસી ભાગી જવાની શક્યતા નથી અને કોર્ટ દ્વારા રાખવામાં આવતી તમામ શરતોનું પાલન કરવા તૈયાર છે. આરોપીએ પતિએ 34 વર્ષ અગાઉ પત્ની ફર્જાનાની હત્યા કરી સરકાર તરફે રજૂઆત કરવામાં આવી હતી કે આરોપી મૃતકના પતિએ પોતાના ભાઈ અને અન્ય આરોપીઓની મદદગારીથી પોતાની પત્ની ફર્જાનાની 34 વર્ષ અગાઉ હત્યા કરી હતી. હત્યા બાદ મૃતદેહને 18 ફૂટ ઊંડો ખાડો કે ખાળકૂવો ખોદીને દફનાવી દઈ પુરાવાનો નાશ કરવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાંચને વટવાના કુતુબનગર વિસ્તારમાં ખાળકૂવામાં લાશ દાટી હોવાની બાતમી મળતા અને સાક્ષી સાદીકખાનની પૂછપરછ બાદ 18 ફૂટ ખોદકામ કરી હાડકાના અવશેષો મેળવવામાં આવ્યા હતા. આ અવશેષોના DNA અને તેના પતિના DNA સમાન હોવાનો રિપોર્ટ આવ્યો છે. ચાર્જશીટ રજૂ થઈ ગઈ હોવા છતાં, આરોપીઓ સામે પોતાની પત્નીની હત્યાનો ગંભીર આક્ષેપ હોવાથી જામીન અરજી ના મંજૂર કરવાની માંગ કરવામાં આવી. કોર્ટે બંને આરોપીની જામીન અરજી નકારી કોર્ટે નોંધ્યું હતું કે તપાસ દરમિયાન 18 ફૂટ ઊંડા ખાડામાંથી મળેલા હાડકાના અવશેષોના DNA અરજદાર સાથે મેચ થયા છે, જે પ્રથમ દર્શનીય રીતે ગંભીર ગુનો બનતો હોવાનું દર્શાવે છે. ગુનાની ગંભીરતા, પત્નીની હત્યા કરી પુરાવાનો નાશ કરવાનો આક્ષેપ અને સજાની જોગવાઈઓને ધ્યાનમાં રાખતા આરોપીઓને જામીન પર મુક્ત કરવા યોગ્ય જણાતું નથી. જેથી બંને આરોપીની જામીન અરજી નકારવામાં આવે છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan