top
અમીરગઢમાં હિટ એન્ડ રન બાદ 500 મીટર ઘસડાયું બાઈક, CCTV જોઈને ધ્રજી જશો
બનાસકાંઠાના અમીરગઢમાં રફતારના રાક્ષસ બેફામ બન્યા છે. ઈકબાલ ગઢ હાઈવે પરથી બાઈક લઈને પસાર થઈ રહેલા એક દંપતીને કાર ચાલકે ટક્કર મારી હતી. આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે, જેમાં જોઈ શકાય છે કે બેફામ રીતે કાર હંકારીને નીકળેલા કાર ચાલકે બાઈક પર સવાર દંપતીને ટક્કર મારતા બંન્ને રસ્તા પર પટકાયા હતા, જેમાં પત્નીના પગ તથા કમરના ભાગે ઈજાઓ પહોંચી છે, જ્યારે પતિને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. મહત્વનું છે કે અકસ્માત સર્જાયા બાદ બાઈક કારમાં ફસાઈ જતાં અંદાજે 500 મીટર સુધી ઘસડાયું હતું અને ત્યારબાદ કાર ચાલક ભાગી છૂટ્યો હતો.
Read full article on News18 Gujarati