Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

Amreli: માત્ર 60 હજાર માટે 2 જિંદગીઓને જીવતી સળગાવી દીધી! લીલીયાના ગુંદરણ ડબલ મર્ડર કેસમાં મોટો ઘટસ્ફોટ

📰 Sandesh 🕐 1 min read 📅 November 3, 2026 👁 2 views
Amreli: માત્ર 60 હજાર માટે 2 જિંદગીઓને જીવતી સળગાવી દીધી! લીલીયાના ગુંદરણ ડબલ મર્ડર કેસમાં મોટો ઘટસ્ફોટ
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ ગામની સીમમાં સર્જાયેલા કંપારી છૂટી જાય તેવા અમાનવીય અને ચકચારી ડબલ મર્ડર કેસનો પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. તુફાન પેસેન્જર વાહનને બહારથી આગ ચાંપી અંદર સૂતેલા મધ્યપ્રદેશના બે નિર્દોષ શ્રમજીવી યુવાનોને જીવતા ભૂંજી નાખવાના આ ક્રૂર હત્યાકાંડમાં પોલીસે મધ્યપ્રદેશના જ બે મુખ્ય આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, આ આખોય લોહિયાળ ખેલ માત્ર વાહનના વ્યવહાર પેટે બાકી નીકળતા રૂપિયા 60 હજારની રકમના વિવાદમાં ખેલાયો હતો. તુચ્છ રકમ માટે બે નિર્દોષ યુવાનોને જીવતા સળગાવી દેવાની આ ઘાતકી ઘટનાએ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં ભારે અરેરાટી ફેલાવી દીધી છે. વાહનના ₹60 હજાર બાકી હતા ને ગાડી સળગાવી દીધી આરોપીઓ અને વાહન માલિક/સંબંધિત પક્ષકારો વચ્ચે તુફાન પેસેન્જર વાહનના સોદાની બાકી રકમ પેટે ₹60,000 ની લેતીદેતીનો વિવાદ ચાલતો હતો. આ રકમ લાંબા સમયથી ન મળતાં આરોપીઓના મનમાં ભારે રોષ અને અદાવત પેદા થઈ હતી. પોલીસે ત્વરિત ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે મધ્યપ્રદેશના મહિન્દ્રા ગામના વતની વિનેશ ડોડીયાર અને રાજુભાઈ ડોડીયારની ધરપકડ કરી લીધી છે. બાકી નીકળતી રકમ ન મળતાં ગુસ્સામાં આવેલા આરોપીઓએ ગુંદરણ ગામની સીમમાં ઊભેલી પેસેન્જર તુફાન ગાડીને રાત્રિના અંધારામાં આગ ચાંપી દીધી હતી.ગાડીની અંદર મધ્યપ્રદેશથી રોજગારી માટે આવેલા 16 વર્ષીય રવિ કમલેશભાઈ બધેલ અને 21 વર્ષીય નીતિન રામસિંગ પચાયા ગાઢ ઊંઘમાં હતા. બહારથી આગ એટલી ઝડપથી ફેલાઈ કે બંને યુવાનોને બહાર નીકળવાની તક પણ ન મળી અને બંને જીવતા ભડથું થઈ ગયા હતા. અમરેલી પોલીસની તાબડતોબ કાર્યવાહી બનાવની ગંભીરતાને ધ્યાને રાખી ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ની ટીમોએ ઘટનાસ્થળેથી મેળવેલા પુરાવા અને બાતમીદારોના નેટવર્કના આધારે આરોપીઓનું પગેરું મેળવ્યું હતું.લીલીયા પોલીસે બંને હત્યારાઓ વિનેશ ડોડીયાર અને રાજુભાઈ ડોડીયાર સામે હત્યા, ગુનાહિત ષડયંત્ર અને આગ ચાંપવા સહિતની આકરી કલમો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે.આ હત્યાકાંડમાં અન્ય કોઈ સ્થાનિક કે બહારના શખ્સોની સંડોવણી હતી કે કેમ, તેમજ આગ લગાવવા માટે જ્વલનશીલ પદાર્થ ક્યાંથી લાવ્યા હતા તે તમામ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક પૂછપરછ કરવા પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરી છે.
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan