top
અમરેલીમાં શેત્રુંજી નદીના પટમાં સિંહણે વન વિભાગના કર્મચારી પર હુમલો કર્યો, સાથીદારે હિંમત દાખવી પંજામાંથી છોડાવ્યા
અમરેલીના ચાંદગઢ સીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા વન વિભાગના 3 ટ્રેકર્સ પર સિંહણે અચાનક હુમલો કર્યો. શેત્રુંજી નદી પાર કરીને આવેલી સિંહણે ટ્રેકર ગોસાભાઈને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા. સાથી ટ્રેકર્સે તેમને સિંહણના પંજામાંથી છોડાવ્યા. ગોસાભાઈને અમરેલીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. વન વિભાગે સિંહણ પર નજર રાખવા ટીમો તૈનાત કરી છે.
Read full article on Gujaratsamachar