top
પોલીસ ચોકી સામે યુવકની કરપીણ હત્યા:ભાજપ પર વરસ્યા ગેનીબેન ઠાકોર, પ્રેમસંબંધના વિવાદમાં યુવકને કેનાલમાં ફેંકી દીધો, નવી ફીડર AMTS બસ સેવા શરૂ કરાઈ
દ.ગુજરાતમાં વરસાદ, અન્ય ભાગોમાં તાપમાન ઉંચકાયું આજે દ.ગુજરાતમાં મેઘરાજાની બેટિંગ.. નવસારી,વલસાડ અને ડાંગમાં ધીમીધારે વરસાદ નોંધાયો..તો બીજી તરફ રાજ્યના અન્ય ભાગોમાં તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થયો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કોંગ્રેસ સંમેલનમાં ગેનીબેન ભાજપ પર ગર્જ્યા દાંતામાં કોંગ્રેસ સંમેલનમાં ગેનીબેન ભાજપ પર ગર્જ્યા.. તેમણે નિવેદન આપતા જણાવ્યું હતું કે ભાજપના બોલવા અને વર્તવામાં રાત-દિવસનો ફર્ક છે. બનાસકાંઠા જિલ્લામાં યુરિયા ખાતર મળતું નથી પરંતુ દારૂ કે ડ્રગ્સ જોઈએ તો તેની હોમ ડિલિવરી મળે છે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રિસોર્ટના સ્વિમિંગ પુલમાં ડૂબવાથી બે સગા ભાઈના મોત આણંદના કામધેનુ રિસોર્ટમાં બે સગા ભાઈના ડૂબવાથી મોત નીપજ્યા.માતા-પિતાએ બંનેને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા. વડોદરાનો પરિવાર શનિ-રવિની રજા માણવા આવ્યો હતો અને દુર્ઘટના ઘટી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પોલીસ ચોકીની સામે જ યુવકની ઘાતકી હત્યા અમદાવાદમાં રાણીપ પોલીસ ચોકીની સામે જ યુવકની હત્યા. .10 ગુંડા ટેમ્પોમાં આવ્યા હતા અને યુવકને દોડાવી દોડાવીને પીઠમાં 15થી વધુ ઘા માર્યા.. જેમાં યુવકનું આંતરડું પણ બહાર આવી ગયું.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સિનિયર્સ સામે એટ્રોસિટી અને આપઘાત માટે દુષ્પ્રેરણાની ફરિયાદ સુરત સિવિલ હોસ્પિટલના ડો.હર્ષ પંડ્યા આપઘાત કેસમાં પિતાએ ચાર સિનિયર સામે એટ્રોસિટી અને આપઘાતની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી..ડૉ.હર્ષ SC હોવાની જાણ થતાં સિનિયરો તેને વધુ કામ સોંપતા અને વારંવાર અપમાનિત કરી માનસિક તોડી પાડ્યાનો પિતાનો આક્ષેપ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બાળકોના કથળતા સ્વાસ્થ્યને લઈને કરાઈ મોટી માગ રાજ્ય શાળા સંચાલક મહામંડળે સ્કૂલોના 100 મીટરમાં જંકફૂડ વેચાણ પર પ્રતિબંધ મુકવાની માગ કરી..કેન્ટીનનું રજિસ્ટ્રેશન અને નાસ્તાને લઈને કડક SOP બનાવવા શિક્ષણમંત્રીને પત્ર લખ્યો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પ્રેમસંબંધના વિવાદમાં યુવકને કેનાલમાં ફેંકી દીધો દહેગામમાં પ્રેમસંબંધના વિવાદમાં એક યુવકને કેનાલમાં ફેંકી દેવાયો.ચાર લોકોએ માર મારી અપહરણ કરી લીધું અને કેનાલમાં જઈને ફેંકી આવ્યા.. નાના ભાઈની પત્નીના પ્રેમસંબંધની જાણ થતા તેની સાથે આ કૃત્ય કરાયું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આઈટી એન્જિનિયર યુવતીને રેપિડોનો કડવો અનુભવ અમદાવાદના નવરંગપુરામાં આઈટી એન્જિનિયર યુવતીને રેપિડોનો કડવો અનુભવ. રેપિડોથી પાર્સલ મોકલ્યા બાદ ડિલીવરી બોય સાથે ઝઘડો થતા યુવતીનુમ ફેક આઈડી બનાવી અશ્લીલ લખાણ લખ્યુ. એટલું જ નહી પૈસા-આઇફોનની માગ કરી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નવી ફીડર AMTS બસ સેવા શરૂ કરાઈ નવી ફીડર AMTS બસ સેવા શરૂ..એપરલ પાર્ક મેટ્રો સ્ટેશનથી અમરાઈવાડી અને મણિનગર વિસ્તારનો 10 કિમીનો સર્ક્યુલર રૂટ આવરી લેવાશે..પુખ્ત વયના મુસાફર માટે રૂ. 5 અને બાળક માટે રૂ. 3 ભાડું રહેશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઓખા-અમદાવાદ વંદે ભારત ટ્રેનના શિડ્યુલમાં ફેરફાર ઓખા-અમદાવાદ વંદે ભારત ટ્રેનના શિડ્યુલમાં ફેરફાર..આવતીકાલથી અમદાવાદને બદલે સાબરમતીથી સવારે 6:15 વાગ્યે ઉપડશે.. આંબલી રોડ સ્ટેશન નવું સ્ટોપેજ રહેશે. આનાથી સૌરાષ્ટ્ર જતા મુસાફરોને લાભ થશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
Read full article on Divya Bhaskar