Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Anand : ઘરમાં ધમધમતું બ્રાન્ડેડ દારૂના નામે નકલી દારૂનું કારખાનું ઝડપાયું, 575 લીટર સ્પીરીટ સહિત મોટો જથ્થો જપ્ત

📰 Sandesh 🕐 1 min read 📅 September 4, 2026 👁 1 views
Anand : ઘરમાં ધમધમતું બ્રાન્ડેડ દારૂના નામે નકલી દારૂનું કારખાનું ઝડપાયું, 575 લીટર સ્પીરીટ સહિત મોટો જથ્થો જપ્ત
આણંદ જિલ્લામાં નકલી ઈંગ્લીશ દારૂ બનાવવાના મસમોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. બોરસદ તાલુકાના દહેવાણ ઝાંખરીયાપુરા વિસ્તારમાં એક ઘરમાં નકલી ઈંગ્લીશ દારૂ બનાવવામાં આવતો હોવાની માહિતીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. LCB આણંદે કાર્યવાહી કરીને નકલી દારૂ બનાવવા માટેનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. 575 લીટર સ્પીરીટ સહિત મોટો જથ્થો ઝડપાયો પોલીસ કાર્યવાહી દરમિયાન 575 લીટર આલ્કોહોલિક સ્પીરીટનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત નકલી ઈંગ્લીશ દારૂના 21 ક્વાર્ટર, 1514 ખાલી કાચની બોટલો, નકલી દારૂના સ્ટીકર રોલ અને 64 ઢાંકણ પણ જપ્ત કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આટલા મોટા પ્રમાણમાં સામગ્રી મળી આવતાં વિસ્તારમાં નકલી દારૂનું આયોજનબદ્ધ નેટવર્ક ચાલી રહ્યું હોવાની શંકા વધુ મજબૂત બની છે. સ્પીરીટ, કલર અને એસેન્સથી તૈયાર થતો નકલી દારૂ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સ્પીરીટમાં કલર અને એસેન્સ ભેળવી નકલી દારૂ તૈયાર કરવામાં આવતો હતો. ત્યારબાદ જાણીતી બ્રાન્ડના નામ જેવા નકલી સ્ટીકર અને પ્રિન્ટેડ બુચ લગાવી દારૂને અસલી તરીકે રજૂ કરીને વેચાણ કરવાની તૈયારી કરવામાં આવતી હતી. મેકડોવેલ્સ નંબર-1ના નામે નકલી દારૂ બનાવાતો હતો મેકડોવેલ્સ નંબર-1ના નામે નકલી દારૂ બનાવવામાં આવતો હોવાની વિગતો પણ સામે આવી છે. ખાલી કાચની બોટલોમાં નકલી દારૂ ભરી તેના પર બ્રાન્ડ જેવા સ્ટીકર લગાવી બજારમાં પહોંચાડવાનો ખેલ ચાલતો હોવાની શંકા છે. 3 આરોપીઓ સામે ગુનો નોંધાયો આ સમગ્ર મામલે વિરસદ પોલીસ મથકે કુલ 3 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. નકલી દારૂ બનાવવા માટેનો કાચો માલ ક્યાંથી લાવવામાં આવતો હતો અને તૈયાર દારૂ કયા વિસ્તારમાં વેચાણ માટે મોકલવામાં આવતો હતો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. LCBની વધુ તપાસ શરૂ LCB આણંદ દ્વારા નકલી દારૂના સમગ્ર નેટવર્કની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ કારખાના પાછળ અન્ય કેટલા લોકો જોડાયેલા છે અને કેટલા સમયથી આ ધંધો ચાલી રહ્યો હતો તે સહિતના મુદ્દે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. આ પણ વાંચો : Supreme Courtનો મોટો નિર્ણય, દારૂ તસ્કરીમાં જપ્ત વાહન વર્ષો સુધી સડશે નહીં, 15 લાખની શરતે ટ્રક છોડવાનો આદેશ
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan