top
અંગત અદાવતમાં સરેઆમ યુવક પર ઝીંકાયા છરીના ઘા
ટ્રાફિકથી સતત ધમધમતા સુભાષબ્રિજ સર્કલ પાસે ખૂની ખેલાયો છે. 37 વર્ષીય અજય સાલ્વી નામના યુવક પર પાંચથી સાત લોકોએ ધારિયું અને છરી જેવા ઘાતક હથિયારો સાથે હુમલો કર્યો હતો. જેને પગલે યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું છે. મહત્વનું છે કે આ બનાવ અંગેની જાણકારી મળતા જ સ્થાનિક પોલીસનો કાફલો યુદ્ધના ધોરણે ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પ્રાથમિક તપાસ આદરી હતી. આમ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે 12 દિવસ પહેલા મદ્રાસીના છાપરા વિસ્તારમાં ભદ્રેશ નામના વ્યક્તિને ગાળો બોલવા બાબતે મૃતક અજયે ટકોર કરી હતી. એ અગાઉ મૃતકે ભદ્રેશને ટકોર કરતા મારામારી પણ થઈ હતી. જેના પરિણામે અંગત અદાવત રાખીને કેટલાક લોકો મૃતક પર તૂટી પડ્યા હતા અને તેની હત્યા નિપજાવી હતી. ત્યારે સમગ્ર મામલે પોલીસે વિશાલ ચૌહાણ, સાગર ઉર્ફે માફિયા પરમાર, અંકિત પરમાર સહિત 5 સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.
Read full article on News18 Gujarati