Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

અપહરણ કેસમાં આરોપી ઝડપાયો:કડીમાં 11 માસ અગાઉ સગીરાનું અપહરણ કરી 21 વર્ષીય દેવભૂમિ દ્વારકામાં છૂપાયો હતો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 11, 2026 👁 2 views
અપહરણ કેસમાં આરોપી ઝડપાયો:કડીમાં 11 માસ અગાઉ સગીરાનું અપહરણ કરી 21 વર્ષીય દેવભૂમિ દ્વારકામાં છૂપાયો હતો
મહેસાણા જિલ્લાના કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 11 માસ અગાઉ ગુમ થયેલ સગીરા અને તેના અપહરણના કેસના આરોપીને શોધી કાઢવામાં મહેસાણા એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટને સફળતા મળી છે. આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં પણ હેબીયસ કોર્પસ રિટ દાખલ કરવામાં આવી હતી. સગીરા સાથે આરોપી અજય રાવળ દેવભૂમિ દ્વારકામાંથી મળ્યો પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. દવે તથા તેમની ટીમ ગુમ થયેલ બાળકો અને અપહરણના ગુનાઓની તપાસમાં કાર્યરત હતી. તપાસ દરમિયાન પોલીસને ટેકનિકલ સોર્સ આધારે ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી અજય રાજુભાઇ રાવળ (ઉં.વ. 21, રહે. ભવપુરા, કડી) સગીરા સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામે આવેલ ધોખાવાડી વિસ્તારના એક ખેતરમાં સંતાયેલો છે. આરોપીને ઝડપ્યા બાદ સગીરાને પરિવારને સોંપી બાતમીના આધારે AHTU ની ટીમે તાત્કાલિક જામ કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારના નાવદ્રા ગામમાં ઓચિંતી રેડ કરી હતી. ખેતરની ઓરડીઓમાં તપાસ કરતા આરોપી અજય રાવળ અને સગીરા બંને મળી આવ્યા હતા. પોલીસે આરોપીને હસ્તગત કરી, કાયદેસરની આગળની કાર્યવાહી માટે કડી પોલીસ સ્ટેશન ખાતે સોંપવાની તજવીજ હાથ ધરી છે. આ કામગીરીમાં AHTU પીઆઈ એમ.એન. દવે, એ.એસ.આઈ. નિતીન સીતારામ, ધીરુકુમાર, ભરત વિરમભાઈ, સોનલબેન, ચેતનાબેન તથા ડ્રાઇવર વિમલકુમાર સહિતના પોલીસ સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan