Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

APK ફાઇલ મોકલી ગઠિયાએ 9.48 લાખ ટ્રાન્સફર કરી લીધા:યુવકના મોબાઈલમાં ગઠિયાએ love chat.apk ફાઈલ ઈન્સ્ટોલ કરાવી પૈસા પડાવ્યા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 November 3, 2026 👁 6 views
APK ફાઇલ મોકલી ગઠિયાએ 9.48 લાખ ટ્રાન્સફર કરી લીધા:યુવકના મોબાઈલમાં ગઠિયાએ love chat.apk ફાઈલ ઈન્સ્ટોલ કરાવી પૈસા પડાવ્યા
રાણીપમાં રહેતા અને મોબાઈલ સ્ટોરમાં કામ કરતા યુવકના મોબાઈલમાં સાયબર ગઠિયાઓએ love chat.apk ફાઇલ મોકલી લાખો રૂપિયા ઉપાડી લીધા છે. APK ફાઈલ ઇન્સ્ટોલ કરાવીને ફોનનો એક્સેસ લઈને રૂપિયા 9.48 લાખ બીજા ખાતામાં ટ્રાન્સફર કરીને સાયબર ફ્રોડ કર્યું છે. ગઠિયાએ બેંકની માહિતી ચોરીને PayU ગેટવે મારફતે લાખો રૂપિયા અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી લેતાં ભોગ બનનાર યુવકે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ગઠિયાએ યુવકના મોબાઈલનો એક્સેસ મેળવી લીધો રાણીપ વિસ્તારમાં રહેતા અને મોબાઈલ સ્ટોરમાં નોકરી કરતા 29 વર્ષીય યુવકને ગત 31 ઓક્ટોબરના રોજ અજાણ્યા શખ્સે મોબાઈલ નંબર પર એક ટેક્સ્ટ મેસેજ મોકલી love chat.apk નામની એક ફાઈલ ઇન્સ્ટોલ કરાવી હતી. આ ફાઈલથી ગઠિયાએ યુવકના મોબાઈલનો એક્સેસ લઈ લીધો હતો અને તેમના બેંક એકાઉન્ટ તથા પાસવર્ડની માહિતી લીધી હતી. ત્યારબાદ હેકરે PayU પેમેન્ટ ગેટવે દ્વારા અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કરીને તેમના બેંક ખાતામાંથી કુલ રૂપિયા 9.48,493 અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી લીધા હતા. યુવકે 1930 હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવી આ અંગે જાણ યુવકને 1 નવેમ્બરે થઈ જ્યારે તેમણે પોતાની મોબાઈલ બેન્કિંગ એપ્લિકેશન ખોલવાનો પ્રયાસ કર્યો. એપ્લિકેશન ના ખુલતા તેમણે નવો પાસવર્ડ સેટ કરીને લોગીન કર્યું ત્યારે ખાતામાંથી રકમ કપાઈ ગયાનું ધ્યાને આવ્યું હતું. તપાસ કરતા જાણવા મળ્યું કે, ગત 31 ઓક્ટોબરે તેમના ફોન પર આધાર ઓટીપીનો મેસેજ પણ આવ્યો હતો. આ ફ્રોડ અંગે યુવકે 1930 હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવી હતી. જે બાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે જઈને પોતાનો મોબાઈલ ચેક કરાવતા તેમાંથી ટેકનિકલ એક્સપર્ટને love chat.apk નામની વાયરસ ફાઈલ મળી આવી હતી. હાલમાં આ સમગ્ર મામલે યુવકે ફરિયાદ નોંધાવી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan