top
ખેડૂતોનાં મરચા મુદ્દે ગોંડલમાં માથાકૂટ, APMCમાં ભાજપ-AAP સામસામે
ગોંડલ APMCમાં મરચા વેચવા આવતા ખેડૂતો કડદા પ્રથાનો ભોગ બનતા હોવાના આરોપ સાથે આમ આદમી પાર્ટીના નેતા જીગીષા પટેલ સહિતના નેતાઓ APMC ચેરમેન અલ્પેશ ઢોલરિયાની ચેમ્બરમાં પહોંચ્યા અને આવેદનપત્ર પાઠવ્યું હતુ. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે શાબ્દિક ટપાટપી શરૂ થઈ ગઈ. જીગિષા પટેલનો દાવો છે કે મરચાના કંતાનના નામે ખેડૂતો પાસેથી 500-500 ગ્રામ કાપી લેવામાં આવે છે. કપાસના બિલમાં પણ 10-20 રૂપિયા કાપીને ખેડૂતોને લૂંટાતા હોવાનો આરોપ લગાવાયો. જોકે, અલ્પેશ ઢોલરિયાએ આ તમામ આરોપોને નકારી કાઢ્યા અને દાવો કર્યો કે APMCની ચૂંટણી નજીક હોવાથી આમ આદમી પાર્ટી રાજકારણ કરવા આવી છે. બીજી જિગીષા પટેલનો દાવો છે કે તેઓ ખેડૂતોના પ્રશ્નોને લઈને ખેડૂતોને સાથે રાખીને રજૂઆત કરવા આવ્યા હતા. આ મુદ્દો ખેડૂતોને છે રાજકારણનો નહીં.
Read full article on News18 Gujarati