Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Aravalli News: મોડાસામાં રક્ષાબંધને મોડી રાત્રે કાચું મકાન ધરાશાયી, 7 લોકો ઈજાગ્રસ્ત

📰 Sandesh 🕐 1 min read 📅 August 28, 2026 👁 4 views
Aravalli News: મોડાસામાં રક્ષાબંધને મોડી રાત્રે કાચું મકાન ધરાશાયી, 7 લોકો ઈજાગ્રસ્ત
અરવલ્લી જિલ્લાના મોડાસા સ્થિત સગર વાડા વિસ્તારમાં રક્ષાબંધનના તહેવાર વચ્ચે એક દુર્ઘટના સામે આવી છે. મોડી રાત્રે એક કાચું મકાન એકાએક ધરાશાયી થઈ જતાં દોડધામ મચી ગઈ હતી. સદનસીબે આ મોટો અકસ્માત હોવા છતાં કોઈ જાનહાનિ થઈ નથી. રક્ષાબંધન કરવા આવેલી બહેન અને ભાણેજ દુર્ઘટનામાં સપડાયા મળતી માહિતી મુજબ, સગર વાડામાં રહેતા હર્ષદભાઈ ભાવસારના કાચા મકાનમાં આ ઘટના બની હતી. રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હોવાથી તેમની બહેન પોતાના બાળકો સાથે ભાઈને રાખડી બાંધવા માટે ઘરે આવ્યા હતા. તહેવારના ઉત્સાહ વચ્ચે મોડી રાત્રે સમગ્ર પરિવાર ઊંઘી રહ્યો હતો, ત્યારે જ આ કરુણ ઘટના આકાર પામી હતી. રાત્રે 12:30 વાગ્યે સ્લેબ સાથે નીચે પડ્યા લોકો રાત્રિના આશરે 12:30 વાગ્યાના સુમારે મકાનનો સ્લેબ એકાએક કડાકા ભેર તૂટી પડ્યો હતો. મકાનના ઉપરના ભાગે ઊંઘી રહેલા બહેન અને ભાણેજ સહિત 4 વ્યક્તિઓ સ્લેબ ધરાશાયી થતાં સીધા નીચેના ભાગે પટકાયા હતા. આ દુર્ઘટનામાં ઉપરના ચારેય લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. નીચેના રૂમમાં ઊંઘી રહેલા 3 લોકો પર પડ્યો સ્લેબ ઉપરનો સ્લેબ તૂટીને નીચે પડતાં જ નીચેના રૂમમાં ઊંઘી રહેલા અન્ય 3 વ્યક્તિઓ પણ મકાનના કાટમાળ અને સ્લેબ નીચે દબાઈ જતાં ઈજાગ્રસ્ત થયા હતા. આમ, આ સમગ્ર ઘટનામાં કુલ 7 લોકોને ઈજાઓ પહોંચી છે. ઘટના બનતા જ આસપાસના સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને કાટમાળમાંથી લોકોને બહાર કાઢી સારવાર અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. આ પણ વાંચો - Aravalliમાં લાઇન રિપેરિંગ દરમિયાન વીજકર્મીને લાગ્યો હાઇવોલ્ટેજ કરંટ: એક જ અઠવાડિયામાં બીજો બનાવ
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan