politics
અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન વડોદરાની મુલાકાતે:AAPના રાષ્ટ્રીય સંયોજક અને પંજાબના મુખ્યમંત્રી કાલે ચૈતર વસાવાને મળશે, રાજકીય-કાયદાકીય રણનીતિ અંગે ચર્ચાની શક્યતા
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે સાંજે વડોદરાના હરણી એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા, જ્યાં સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. બંને નેતાઓ આવતીકાલે બપોરે 2 વાગે વડોદરા સેન્ટ્રલ જેલ પહોંચીને વન કર્મચારી પર હુમલાના કેસમાં જેલવાસ ભોગવી રહેલા ડેડિયાપાડાના 'આપ' ધારાસભ્ય ચૈતર વસાવા સાથે રૂબરૂ મુલાકાત કરશે. આ મુલાકાત દરમિયાન વસાવાની સ્થિતિ જાણવા ઉપરાંત આગામી રાજકીય અને કાયદાકીય રણનીતિ અંગે મહત્વપૂર્ણ ચર્ચા થવાની શક્યતા છે. ચૈતર વસાવા, તેમના પત્ની સહિત કુલ 9 લોકોને 7 વર્ષની કેદ નર્મદા જિલ્લાની સેશન્સ કોર્ટે વર્ષ 2023ના વન વિભાગના કર્મચારીઓ પર હુમલો, ધમકી અને જબરદસ્તી વસૂલાતના કેસમાં ચૈતર વસાવા, તેમના પત્ની સહિત કુલ 9 લોકોને દોષિત ઠેરવી 7 વર્ષની કેદની સજા ફટકારી છે. અદાલતના આ હુકમ બાદ સુરક્ષા ધ્યાને રાખી તેમને વડોદરા સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવ્યા છે. ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ ગુમાવવાનું જોખમ કાયદાકીય જોગવાઈ મુજબ 2 વર્ષ કે તેથી વધુ સજા પામેલા જનપ્રતિનિધિનું સભ્યપદ રદ થઈ શકે છે, જેના કારણે ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ ગુમાવવાનું જોખમ ઊભું થયું છે. કોર્ટના આદેશની નકલ વિધાનસભા અધ્યક્ષને મોકલવામાં આવી છે. હવે સભ્યપદ બચાવવા માટે તેમની પાસે હાઈકોર્ટમાંથી સજા કે દોષસિદ્ધિ પર સ્ટે મેળવવો અનિવાર્ય બન્યો છે, જેના પર આવતીકાલે કેજરીવાલ અને માન સાથેની બેઠકમાં રણનીતિ ઘડાશે.
Read full article on Divya Bhaskar