top
પંચમહાલમાં સાયબર ઠગોએ નિવૃત્ત ASI અને કંપનીના ₹29 લાખ પડાવ્યા:હાલોલ GIDCમાં બેંક એકાઉન્ટ હેક કરીને ₹14.02 લાખ, ASIને 'ડિજિટલ અરેસ્ટ'નો ડર બતાવી ₹15 લાખ ઠગ્યા
પંચમહાલ જિલ્લામાં સાયબર છેતરપિંડીના બે અલગ-અલગ કિસ્સા સામે આવ્યા છે. આ ઘટનાઓમાં કુલ ₹29 લાખની છેતરપિંડી થઈ છે. એક કિસ્સામાં હાલોલ GIDCની એક કંપનીના બેંક એકાઉન્ટમાંથી ₹14.02 લાખ ઉપાડી લેવાયા, જ્યારે બીજા કિસ્સામાં નિવૃત્ત ASIને 'ડિજિટલ અરેસ્ટ'નો ડર બતાવી ₹15 લાખ ઠગી લેવાયા. હાલોલ GIDCમાં આવેલી આર.કે. ફીડ ઈક્યુપમેન્ટ્સ કંપનીનું યસ બેંકનું કરન્ટ એકાઉન્ટ હેક થયું હતું. અજાણ્યા લોકોએ ઓનલાઈન ₹14 લાખ 2 હજાર ઉપાડી લીધા હતા. આ રકમ IMPS દ્વારા ત્રણ ટ્રાન્ઝેક્શનમાં અન્ય બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. કંપનીના એકાઉન્ટન્ટને આ અજાણ્યા ટ્રાન્ઝેક્શન વિશે જાણ થતાં જ 1930 હેલ્પલાઇન અને સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. બીજી ઘટના ગોધરાના રતનપુર કાંટડી ગામના નિવૃત્ત ASI રમેશચંદ્ર પરમાર સાથે બની. તેમને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના નામે વીડિયો કોલ આવ્યો હતો. ઠગોએ તેમને 'ડિજિટલ અરેસ્ટ'નો ડર બતાવી કુલ ₹15 લાખ ઠગી લીધા હતા. આ મામલે પંચમહાલ સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
Read full article on Divya Bhaskar