top
અતુલ બ્રિજ પર ધૂળની ડમરીથી સ્થાનિકો-વેપારીઓ પરેશાન:NH-48 પર પારનેરા ગામ પાસે, હાઈવે તંત્રને રજૂઆત બાદ 24 કલાકમાં ઉકેલની ખાતરી
વલસાડના પારનેરા ગામ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે-48 પર આવેલા અતુલ બ્રિજ પર છેલ્લા ઘણા દિવસોથી 24 કલાક ધૂળની ડમરીઓ ઉડી રહી છે. આ કારણે સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓ ખૂબ પરેશાન છે. વાહનોની અવરજવર વચ્ચે ઉડતી ધૂળથી આખો રસ્તો ધૂળથી ભરાઈ ગયો છે. ધૂળના કારણે દુકાનદારોને વેપાર કરવામાં મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત, સ્થાનિક રહેવાસીઓના આરોગ્યને લઈને પણ ચિંતા વધી છે. આ સમસ્યાને લઈને આજે સ્થાનિક લોકોએ હાઈવે અધિકારીઓને રજૂઆત કરી હતી.રજૂઆત પછી હાઈવે અધિકારીએ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવાની ખાતરી આપી. તેમણે જણાવ્યું કે, આગામી 24 કલાકમાં જરૂરી કામગીરી પૂરી કરીને ધૂળની સમસ્યા દૂર કરવામાં આવશે. આ ખાતરી મળતા સ્થાનિકોએ રાહત અનુભવી છે.
Read full article on Divya Bhaskar