Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Banaskantha News : વડા ગામમાંથી આધેડનો શંકાસ્પદ મૃતદેહ મળતાં ચકચાર, હત્યા થઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું

📰 Sandesh 🕐 1 min read 📅 August 30, 2026 👁 3 views
Banaskantha News : વડા ગામમાંથી આધેડનો શંકાસ્પદ મૃતદેહ મળતાં ચકચાર, હત્યા થઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું
ઓગડ તાલુકાના વડા ગામમાંથી એક આધેડનો મૃતદેહ શંકાસ્પદ સ્થિતિમાં મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. મૃતકની ઓળખ વડા ગામના રહીશ જાલુમીર નાનુમીર મીર તરીકે થઈ છે. અચાનક ગામમાંથી જ તેમનો મૃતદેહ બિનવારસી અથવા શંકાસ્પદ અવસ્થામાં મળી આવતાં જ સ્થળ પર લોકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યા હતા અને આ ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે અરેરાટી અને ભયનો માહોલ વ્યાપી ગયો છે. કુદરતી મોત કે હત્યા? રહસ્ય ઘેરાતાં ચર્ચાઓએ જોર પકડ્યું જાલુમીર મીરનો મૃતદેહ જે સ્થિતિમાં મળી આવ્યો છે તેને જોતાં આ સામાન્ય કે કુદરતી મોત નથી પરંતુ તેમની નિર્મમ હત્યા કરવામાં આવી હોવાની ચર્ચાઓએ પંથકમાં જોર પકડ્યું છે. આધેડના શરીર અને આસપાસના સંજોગોને આધારે સ્થાનિકો દ્વારા હત્યાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને પગલે ઘટના અંગેનું રહસ્ય વધુ ઘેરાયું છે. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી તપાસના ચક્રો ગતિમાન કર્યાં ઘટનાની જાણ થતાં જ સ્થાનીય પોલીસ કાફલો તુરંત જ વડા ગામે દોડી આવ્યો હતો અને સ્થળ પર પહોંચી પંચનામું હાથ ધર્યું હતું. પોલીસે આધેડના મૃતદેહનો કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ (પીએમ) અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે, ત્યારે પોલીસે હાલ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી દીધી છે. આ પણ વાંચો : Daman News : દરિયામાં ડૂબતી 7 વર્ષની બાળકી માટે લાઈફ ગાર્ડ દેવદૂત બન્યો, આબાદ બચાવ કર્યો
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan