Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Banaskantha News : અમીરગઢના ખારા ગામમાં ખેતરમાં કામ કરતી મહિલાને સાપે ડંખ માર્યો, ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ

📰 Sandesh 🕐 1 min read 📅 August 28, 2026 👁 2 views
Banaskantha News : અમીરગઢના ખારા ગામમાં ખેતરમાં કામ કરતી મહિલાને સાપે ડંખ માર્યો, ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં આવેલા ખારા ગામમાં સર્પદંશની એક ચિંતાજનક ઘટના સામે આવી છે. ગામની સીમમાં આવેલા ખેતરમાં દૈનિક ખેતીકામ કરી રહેલી 52 વર્ષીય મહિલાને અચાનક ઝેરી સાપે ડંખ માર્યો હતો. ખેતરમાં કામ કરતી વખતે અચાનક જ સાપે હુમલો કરી દેતાં મહિલા ચીસ પાડી ઉઠી હતી. સાપ કરડ્યાની જાણ થતાં જ આસપાસના ખેતરોમાં કામ કરતા લોકો અને પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થિતિ લથડતાં તાત્કાલિક ઈકબાલગઢની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા સાપના ડંખના કારણે શરીર પર ઝેરની અસર વર્તાવા લાગતાં મહિલાની શારીરિક સ્થિતિ ઝડપથી લથડવા લાગી હતી. પરિસ્થિતિની ગંભીરતા જોઈને પરિવારજનોમાં ભારે દોડધામ અને અફરાતફરી મચી ગઈ હતી. પરિવારજનોએ સમય ગુમાવ્યા વિના ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક અસરથી વધુ અને યોગ્ય સારવાર અર્થે નજીકમાં આવેલા ઈકબાલગઢ શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં તબીબો દ્વારા સર્પદંશની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. સર્પદંશની ઘટનાથી પરિવારજનોમાં ભય અને ચિંતાનો માહોલ ખેતીની સિઝન અને ચોમાસાના દિવસો દરમિયાન ગ્રામીણ વિસ્તારો તથા ખેતરોમાં ઝેરી જીવજંતુઓ અને સાપ નીકળવાનું પ્રમાણ વધી જતું હોય છે. અમીરગઢના ખારા ગામમાં બનેલી આ ઘટનાને પગલે ખેડૂતો અને સ્થાનિક ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ, હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ રહેલી મહિલાની તબિયતમાં વહેલી તકે સુધારો આવે તે માટે પરિવારજનો અને સ્નેહીજનો ઈશ્વર પાસે પ્રાર્થના કરી રહ્યા છે. આ પણ વાંચો : Rajkotમાં ધંધાની હરીફાઈની અદાવત, સંત કબીર રોડ પર પિતા-પુત્ર પર 9 શખ્સોનો હુમલો
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan