Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Banaskantha News : પાલનપુર-ડીસા બાયપાસ રોડ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વડાવળમાં યોજાશે વિશેષ ગ્રામસભા

📰 Sandesh 🕐 1 min read 📅 August 27, 2026 👁 5 views
Banaskantha News : પાલનપુર-ડીસા બાયપાસ રોડ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વડાવળમાં યોજાશે વિશેષ ગ્રામસભા
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ખેમાણાથી લઈને ડીસા તાલુકાના ભીલડી વચ્ચે પ્રસ્તાવિત નવા બાયપાસ રોડ સામે સ્થાનિક ખેડૂતોમાં ભારે અસંતોષ વ્યાપી ગયો છે. તંત્ર દ્વારા આ બાયપાસ માટે જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરવામાં આવતાં જ પાલનપુર અને ડીસા તાલુકાના આશરે 26 જેટલા ગામોના ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. આ પ્રોજેક્ટ માટે 186 મીટર જેટલી પહોળાઈમાં જમીન સંપાદન કરવાની યોજના હોવાથી હજારો વીઘા ખેતીની જમીન રોડમાં કપાવાની ભીતિ સેવાઈ રહી છે. મહામૂલી જમીન બચાવવા આક્રોશ પોતાની મહામૂલી અને ફળદ્રુપ ખેતીની જમીન બાયપાસમાં જતી હોવાનો આક્ષેપ કરીને ખેડૂતોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. આ સંપાદનના વિરોધમાં પાલનપુરના વડાવળ ગામે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થયા હતા અને સરકાર તથા તંત્ર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોતાના આજીવિકાના મુખ્ય સાધન એવી જમીન બચાવવા માટે ખેડૂતોએ એકસૂરે જમીન સંપાદનની પ્રક્રિયા તુરંત અટકાવવાની અને તેમને યોગ્ય ન્યાય આપવાની ઉગ્ર માંગ કરી છે. આવતીકાલે વડાવળમાં ગ્રામ સભા યોજાશે બાયપાસ રોડના નિર્માણ સામે પોતાનો વિરોધ વધુ મજબૂત બનાવવા માટે ખેડૂતોએ આગળની વ્યૂહરચના ઘડી કાઢી છે. જેના ભાગરૂપે આવતીકાલે વડાવળ ગામ ખાતે મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતો એકત્ર થઈને વિશેષ ગ્રામ સભાનું આયોજન કરશે. આ ગ્રામ સભામાં આ બાયપાસ રદ કરવા અંગે સર્વાનુમતે નિર્ણય લઈને સરકારમાં કલેક્ટર અને સંબંધિત મંત્રાલય સમક્ષ સત્તાવાર કડક રજૂઆત કરવામાં આવશે. આ પણ વાંચો : Nepal Flood : નેપાળના જળપ્રલયમાં 18 ગુજરાતીઓ ગુમ, જુઓ સમગ્ર લીસ્ટ
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan