top
Banaskantha News: પાલનપુર કોર્ટનો મોટો ચુકાદો, 36 કિલો ગાંજા સાથે ઝડપાયેલા દંપતીને 14 વર્ષની સખત કેદની સજા
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં માદક પદાર્થોની તસ્કરીના ચર્ચિત કેસમાં પાલનપુરની સ્પેશિયલ કોર્ટે એક મહત્વપૂર્ણ અને આકરો ચુકાદો આપ્યો છે. વર્ષ 2023માં હરિયાણાના કુરુક્ષેત્રથી 36 કિલો ઉપરાંતનો ગાંજાનો જથ્થો લઈને નીકળેલા દંપતી સામે કાનૂની શિકંજો કસાયો હતો. પાલનપુર SOG પોલીસે ચોક્કસ બાતમીના આધારે કાણોદર નજીકથી આ દંપતીને નશાકારક પદાર્થ સાથે રંગેહાથ ઝડપી પાડ્યા હતા. સિદ્ધપુર પહોંચાડાય તે પહેલાં SOGની રેડ પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આ દંપતી હરિયાણાથી મોટો જથ્થો લાવીને પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે ગાંજાની ડિલિવરી આપવાની ફિરાકમાં હતું. જોકે, આરોપીઓ સિદ્ધપુર પહોંચે તે પહેલા જ એસઓજી ટીમે કાણોદર પાસે વોચ ગોઠવીને તેમને આંતરી લીધા હતા. આ મામલે પાલનપુર તાલુકા પોલીસ મથકે ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી હતી. કોર્ટે દંપતીને ફટકારી 14 વર્ષની સખત કેદ આ સમગ્ર કેસ પાલનપુરની સેશન્સ કોર્ટમાં ચાલી જતાં, સરકારી વકીલની આકરી દલીલો અને પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલા મજબૂત પુરાવાઓને આધારે કોર્ટે બંને આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. અદાલતે આરોપી સુશીલ ચતુર્ભુજ યાદવ અને તેની પત્ની રાજ બાલા યાદવને 14 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. નશાના કાળા કારોબારમાં સામેલ દંપતી સામેના આ આકરા ચુકાદાથી તસ્કરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આ પણ વાંચો - Tharad News: સગીરા પર દુષ્કર્મ આચરનાર બે નરાધમોને 20 વર્ષની જેલ અને 2 લાખનો દંડ
Read full article on Sandesh