Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

મહેસાણા કલેક્ટર કચેરીમાં પોલીસનું સરપ્રાઈઝ ચેકિંગ:BDDS અને ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા સમગ્ર પરિસરમાં સઘન સર્ચ ઓપરેશન

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 November 3, 2026 👁 1 views
મહેસાણા કલેક્ટર કચેરીમાં પોલીસનું સરપ્રાઈઝ ચેકિંગ:BDDS અને ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા સમગ્ર પરિસરમાં સઘન સર્ચ ઓપરેશન
મહેસાણા સ્થિત જિલ્લા સેવા સદન ખાતે આજે પોલીસ તંત્ર દ્વારા અચાનક પહોંચીને આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવાના આશયથી હાથ ધરાયેલા આ સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સહિતનો વિશાળ પોલીસ કાફલો કલેક્ટર કચેરી પરિસરમાં ઉતારી દેવામાં આવ્યો હતો.આકસ્મિક તપાસને પગલે કચેરી પરિસરમાં ક્ષણભર માટે ભારે કૌતુક અને ઉત્સુકતાનો માહોલ સર્જાયો હતો. મુખ્ય પ્રવેશદ્વાર સહિત તમામ રસ્તાઓ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પોલીસ કાફલાએ કચેરીમાં પ્રવેશ કરતાની સાથે જ સલામતી અને સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક ધોરણે સામાન્ય નાગરિકો તેમજ અરજદારોના પ્રવેશ પર અસ્થાયી પ્રતિબંધ મૂકી દીધો હતો. કચેરીના મુખ્ય પ્રવેશદ્વાર સહિત તમામ નાના-મોટા રસ્તાઓ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. સાથે જ અંદર હાજર લોકોને બહાર નીકળવા તેમજ બહારથી કોઈ પણ વ્યક્તિને અંદર પ્રવેશ ન કરવા કડક સૂચના આપવામાં આવી હતી, જેથી તપાસ કામગીરીમાં કોઈ ખલેલ ન પહોંચે. આ સમગ્ર સર્ચ ઓપરેશન દરમિયાન BDDS ની ટીમ અને શ્વાન દળે મોરચો સંભાળ્યો હતો. આધુનિક મેટલ ડિટેક્ટર્સ અને વિશેષ ઉપકરણો સાથે પોલીસ અને સુરક્ષા ટીમોએ કલેક્ટર કચેરી પરિસરના પાર્કિંગ એરિયા, રેકોર્ડ રૂમ, સરકારી શાખાઓ તેમજ અન્ય તમામ અતિ સંવેદનશીલ સ્થળોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. ખૂણે-ખૂણાની સઘન તપાસ કરીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. આકસ્મિક ચકાસણી પૂર્ણ થયા બાદ પરિસ્થિતિ સામાન્ય થઈ હતી અને કચેરીનું કામકાજ પુનઃ વિધિવત રીતે શરૂ કરવામાં આવ્યું હતું.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan