top
બેટ દ્વારકામાં 17 રિક્ષા, 2 મોટરસાયકલ ડિટેઇન કરાવામાં આવ્યા:ટ્રાફિક નિયમભંગ બદલ પોલીસની કડક કાર્યવાહી
દેવભૂમિ દ્વારકા જિલ્લા ટ્રાફિક પોલીસે બેટ દ્વારકા વિસ્તારમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી દરમિયાન 17 રિક્ષા અને 2 મોટરસાયકલ સહિત કુલ 19 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા.જિલ્લા ટ્રાફિક PSI જે.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ આ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. બેટ દ્વારકા ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની અવરજવર રહે છે. ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે અને વાહનચાલકો નિયમોનું પાલન કરે તે હેતુથી આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.જિલ્લા ટ્રાફિક પોલીસે જણાવ્યું છે કે આગામી દિવસોમાં પણ નિયમભંગ કરતા વાહનચાલકો સામે કાર્યવાહી યથાવત્ રાખવામાં આવશે.
Read full article on Divya Bhaskar