politics
ભાજપ દ્વારા પ્રફુલભાઈ પટેલના કાર્યકાળની ઉજવણી:જન્મદિવસ નિમિત્તે કાર્યક્રમોના આયોજન માટે બેઠક
સેલવાસના અટલ ભવન ખાતે ભાજપ દ્વારા એક બેઠક યોજાઈ હતી. આ બેઠક પ્રશાસક પ્રફુલભાઈ પટેલના સફળ દસ વર્ષના કાર્યકાળની ઉજવણી અને તેમના જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોના આયોજન માટે હતી. પ્રદેશ ભાજપ પ્રમુખ મહેશભાઈ અગરીયાની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. જેમાં પ્રદેશ પ્રભારી દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા અધ્યક્ષો, હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને વિવિધ મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં આગામી કાર્યક્રમોની રૂપરેખા અને તેના સફળ આયોજન અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
Read full article on Divya Bhaskar