top
ભારે કરી! ભાજપ નેતા જ નીકળ્યો બૂટલેગર, પોલીસે 32 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
ઝઘડિયા ત્રણ રસ્તા નજીક ક્રાઇમ બ્રાન્ચે વાહન ચેકિંગ દરમિયાન વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી છે. ટ્રકમાં પ્લાસ્ટિકના કેરેટની આડમાં વિદેશી દારૂ અને બીયરનો જથ્થો લઈ જવાતો હતો. ત્યારે પોલીસે બાતમીને આધારે શંકાસ્પદ આઈસર ટ્રકને અટકાવીને તપાસ કરતા તેમાથી વિદેશી દારુ તથા બિયરના કુલ 11 હજાર 916 નંગ મળી આવ્યા હતા. પોલીસે કુલ 32 લાખ 57 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે. આ દરમિયાન, આ દારૂના મામલામાં વોન્ટેડ આરોપી તરીકે સામે આવેલા દિનેશ વસાવા ભાજપના આગેવાન હોવાનો ખુલાસો થયો છે. દિનેશ વસાવાની પુત્રી નર્મદા જિલ્લા પંચાયતમાં ભાજપના સભ્ય હોવાનું પણ સામે આવ્યું છે.
Read full article on News18 Gujarati