Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

ભાવેશ અને નવઘણને પતાવી દેવા જોરાવરે પ્લાન ઘડ્યો:ફાયરિંગ બાદ કટોસણના ખરાબામાં ગાડીઓ છૂપાવી, હથિયાર ઝાડીઓમાં ફેંક્યા; આરોપીઓના 5 દિવસના રિમાન્ડ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 14, 2026 👁 1 views
ભાવેશ અને નવઘણને પતાવી દેવા જોરાવરે પ્લાન ઘડ્યો:ફાયરિંગ બાદ કટોસણના ખરાબામાં ગાડીઓ છૂપાવી, હથિયાર ઝાડીઓમાં ફેંક્યા; આરોપીઓના 5 દિવસના રિમાન્ડ
30 ઓગસ્ટની રાત્રે મહેસાણામાં સ્કોર્પિયોમાં આવેલા ગુંડાઓએ ફોર્ચ્યુનર કારને 3 ટક્કર મારી મસ્તાની ગેંગના કુખ્યાત ભાવેશ ઝીલિયા પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં પોલીસે મુખ્ય સૂત્રધાર જોરાવરસિંહ ઉર્ફે ભાણુભા વિક્રમસિંહ સોલંકી સહિત પાંચ આરોપીની ધરપકડ કરી હતી. ભાવેશ અને નવઘણને પતાવી દેવાનો પ્લાન જોરાવરે ઘડ્યો હતો. ફાયરિંગ બાદ કટોસણના ખરાબામાં ગાડીઓ છૂપાવી અને હથિયાર ઝાડીઓમાં ફેંકી દીધા હતા. આજે પાંચેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 11 આરોપીઓને પકડી પાડ્યા છે. ભાવેશ દેસાઈ નવઘણને સાથ આપતો હોવાની શંકા પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મુખ્ય આરોપી જોરાવરસિંહની અગાઉ નવઘણ નામના શખ્સ સાથે બોલાચાલી થઈ હતી અને તેમાં ફાયરિંગની પણ ઘટના બની હતી. તેમજ જોરાવરને શંકા હતી કે ભાવેસ દેસાઈ નવઘણને સાથ આપી રહ્યો છે. જેથી ભાવેશ ઝીલિયાની ગાડી મહેસાણામાં ફરતી હોવાની જાણ જોરાવરને તેના સાગરીતે આપી હતી. નવઘણ અને ભાવેશ બંને પકવાન પાસે સાથે હોવાથી જોરાવરે બંનેને જાનથી મારી નાખવાના ઈરાદે આ હુમલો કરાવ્યો હતો. જોકે, નવઘણ ભાવેશ ઝીલિયાની ગાડીમાં ન હતો. આ સમગ્ર ઘટના દરમિયાન જોરાવરે જ ભાવેશ ઝીલિયા પર ફાયરિંગ કર્યું હતું, જ્યારે બીજું ફાયરિંગ કન્ટ્રોલ નામના આરોપીએ કર્યું હતું. જોકે, ગાડીના કાચ પર ગોળી અડીને છૂટી જતાં ભાવેશનો બચાવ થયો હતો. ઝડપાયેલા આરોપીઓ આરોપીઓની કડક પૂછપરછમાં કટોસણ ગામની સીમમાં ઝાડી-ઝાંખરા અને ગરનાળામાંથી ₹50 હજારની કિંમતની એક દેશી પિસ્તોલ અને એક તમંચો (દેશી કટ્ટો) જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગુનામાં વપરાયેલી ₹20 લાખની કિંમતની 2 સ્કોર્પિયો અને 1 બલેનો ગાડી પણ કબજે લેવાઈ છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan