Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

ભાવનગર અને રાજ્યભરમાં સોમવારે શ્રમિકોના ધરણાં:ભારતીય મજદુર સંઘ દ્વારા ગુજરાતભરમાં ધરણાં અને આવેદનપત્રનો હુંકાર, 30 હજાર લઘુત્તમ વેતન અને 8મા પગાર પંચની માંગ સાથે કલેક્ટર કચેરીઓ ગુંજશે

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 15, 2026 👁 5 views
ભાવનગર અને રાજ્યભરમાં સોમવારે શ્રમિકોના ધરણાં:ભારતીય મજદુર સંઘ દ્વારા ગુજરાતભરમાં ધરણાં અને આવેદનપત્રનો હુંકાર, 30 હજાર લઘુત્તમ વેતન અને 8મા પગાર પંચની માંગ સાથે કલેક્ટર કચેરીઓ ગુંજશે
આંગણવાડી, આશા વર્કર્સ અને બાંધકામ સહીત 1000 જેટલાં શ્રમિકોના પ્રશ્નોને લઈને સોમવારે વિરોધ પ્રદર્શનમાં જોડાશે ભારતીય મજદૂર સંઘના આહ્વાનથી આગામી 17 ને સોમવારના રોજ શ્રમિકોના વિવિધ પડતર પ્રશ્નોને લઈને દેશવ્યાપી વિરોધ પ્રદર્શન યોજાનાર છે આ અંતર્ગત ગુજરાતભરની કલેક્ટર કચેરીઓ ખાતે બપોરે 3 થી 5 વાગ્યા દરમિયાન ધરણાં યોજીને આવેદનપત્ર પાઠવવામાં આવશે, ભાવનગર ખાતે પણ વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા અંદાજે 1 હજાર જેટલા શ્રમિકો આ વિરોધ પ્રદર્શનમાં જોડાશે. આઝાદી બાદ શ્રમિકોનો અવાજ બનવાના ઉદ્દેશ્ય સાથે 23 જુલાઈ 1955ના રોજ દત્તોપંત ઠેંગડીજી દ્વારા સ્થાપિત ભારતીય મજદુર સંઘ (BMS) આજે 71 વર્ષની ગૌરવશાળી યાત્રા પૂર્ણ કરી વિશ્વનું સૌથી મોટું શ્રમિક સંગઠન બની ગયું છે. રાષ્ટ્રવાદી વિચારધારા અને પારિવારિક ભાવના સાથે કામ કરતું આ સંગઠન આજે આશરે 8 હજાર જેટલા ટ્રેડ યુનિયનો સાથે સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોનો મજબૂત અવાજ છે. તાજેતરમાં રાંચી (ઝારખંડ) ખાતે મળેલી ભારતીય મજદુર સંઘની કેન્દ્રીય કાર્યસમિતિની બેઠકમાં શ્રમિકોના વિવિધ પડતર પ્રશ્નોને લઈને આગામી 17 ઓગસ્ટ 2026ના રોજ ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની કલેક્ટર કચેરી ખાતે ધરણાં યોજવા અને આવેદનપત્ર પાઠવવાનો મહત્વપૂર્ણ કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે શ્રમિકોની મુખ્ય 12 માંગણીઓમાં માસિક લઘુત્તમ વેતન વધારીને રૂ. 30 હજાર કરવામાં આવે, કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) ની પગાર મર્યાદા રૂ. 21 હજાર થી વધારીને રૂ. 42,000 કરવામાં આવે, ઓછામાં ઓછું EPS પેન્શન માસિક રૂ. 7500 + મોંઘવારી ભથ્થું (DA) તથા ચિકિત્સા યોજના આપવામાં આવે, પ્રોવિડન્ટ ફંડ (EPF) ની પગાર મર્યાદા રૂ. 15,000 થી વધારીને રૂ.30,000 કરવામાં આવે., બોનસ ગણતરી માટેની મર્યાદા રૂ. 7000 થી વધારીને રૂ. 18,000 કરવામાં આવે, બોનસપાત્ર પગાર મર્યાદા રૂ. 21,000 થી વધારીને રૂ.42,000 કરવામાં આવે., આંગણવાડી, મધ્યાહન ભોજન યોજના અને આશા વર્કરોના માનદ વેતનમાં વિશેષ વધારો થવો જોઈએ., શ્રમિકોને 'સમાન કામ માટે સમાન વેતન' ની નીતિનો કડક અમલ થવો જોઈએ., શ્રમ સંહિતામાં રહેલી શ્રમ વિરોધી જોગવાઈઓ તાત્કાલિક દૂર કરવામાં આવે., ગ્રેચ્યુઈટીની કરમુક્ત મર્યાદા વધારીને રૂ. 40 લાખ સુધી કરવામાં આવે. કર્મચારીઓ માટે આઠમા પગાર પંચની સત્વરે અમલવારી કરવામાં આવે., તથા જૂની પેન્શન સ્કીમ નો લાભ ફરીથી શરૂ કરવામાં આવે સહીત ની 12 જેટલી માંગણીઓને લઈ આગામી તા.17/8 ને સોમવારના રોજ બપોરે 3 થી 5 વાગ્યા સુધી ઘરણા કાર્યક્મ યોજાશે...
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan