Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

ભાવનગર લઠ્ઠાકાંડ મુદ્દે કોંગ્રેસની જન આક્રોશ કૂચ:દારૂબંધીના અમલ સામે સવાલો ઉઠાવી સરકાર સામે વિરોધ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 24, 2026 👁 3 views
ભાવનગર લઠ્ઠાકાંડ મુદ્દે કોંગ્રેસની જન આક્રોશ કૂચ:દારૂબંધીના અમલ સામે સવાલો ઉઠાવી સરકાર સામે વિરોધ
ભાવનગર લઠ્ઠાકાંડના વિરોધમાં સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા હિંમતનગરમાં 'જન આક્રોશ કૂચ' યોજવામાં આવી હતી. કોંગ્રેસ કાર્યાલયથી શરૂ થયેલી આ રેલી મોતીપુરા ખાતે ગાંધીજીની પ્રતિમા સુધી પહોંચી હતી, જ્યાં સરકારી નીતિઓ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ કૂચ પહેલાં, નવીન જિલ્લા કાર્યાલય ખાતે મંડલ સેક્ટર તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિવૃત્ત IPS અધિકારી અને ગુજરાત કોંગ્રેસના મંડલ, સેક્ટર અને બૂથના પ્રભારી કુલદીપ શર્મા ઉપસ્થિત રહ્યા હતા. આ શિબિરમાં જિલ્લા, તાલુકા અને શહેરના પ્રમુખો તેમજ પ્રભારીઓ સહિતના અપેક્ષિત આગેવાનો હાજર રહ્યા હતા. કૂચ દરમિયાન, કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ સામે સવાલો ઉઠાવ્યા હતા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસે આક્ષેપ કર્યો કે રાજ્યમાં દારૂના ગેરકાયદે વેચાણ ઉપરાંત નશીલા પદાર્થો અને કફ સિરપનો પણ વ્યાપક વેપાર ચાલી રહ્યો છે. ભાવનગર લઠ્ઠાકાંડમાં નકલી દારૂના કારણે અનેક લોકોના મૃત્યુ થયા હોવાના અહેવાલો વચ્ચે, કોંગ્રેસે નકલી દારૂના વેચાણ અંગે ગંભીર આક્ષેપો કર્યા હતા. પક્ષે દાવો કર્યો કે 'રોયલ સ્ટેગ' જેવી બ્રાન્ડની બોટલોમાં નકલી દારૂ ભરીને વેચવામાં આવી રહ્યો હતો. આ મામલે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. કોંગ્રેસે વધુમાં આક્ષેપ કર્યો કે નશાના વધતા ગેરકાયદે વેપારને કારણે રાજ્યનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. લઠ્ઠાકાંડના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા અને દારૂ, નશીલા પદાર્થો તેમજ કફ સિરપના ગેરકાયદે વેપાર પર તાત્કાલિક રોક લગાવવાની માંગ સાથે આ જન આક્રોશ કૂચનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ રામભાઈ સોલંકી, દિનેશભાઈ ગઢવી, મહામંત્રી પ્રિયવદન પટેલ, મુકેશભાઈ પરમાર, નંદુભાઈ પટેલ, અજમલજી ઠાકોર, રેખાબેન સોલંકી, કમળાબેન પરમાર, નીતાબેન પટેલ, કુમાર ભાટ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan