Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!

📰 Abp News 🕐 1 min read 📅 August 16, 2026 👁 3 views
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!

ભરૂચના ઝઘડિયા ત્રણ રસ્તા નજીક ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી દારૂ ભરેલી ટ્રક સાથે એક આરોપીની ધરપકડ કરી છે. આ દરમિયાન અહીંથી પસાર થતી ટ્રકની તપાસ કરતા પ્લાસ્ટિકના કેરેટની આડશમાં વિદેશી દારૂ અને બીયરના કુલ 11,916 નંગ મળી આવ્યા હતા. ઝડપાયેલા દારૂના જથ્થાની કિંમત 22 લાખ 55 હજાર રૂપિયાથી વધુ હોવાનું સામે આવ્યું છે. પોલીસે ટ્રક અને મોબાઇલ સહિત કુલ 32 લાખ 57 હજાર રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કરી બબલુકુમાર પ્રજાપતિની ધરપકડ કરી છે.

પ્રાથમિક તપાસમાં દારૂનો આ જથ્થો દમણથી રાજપીપળા તરફ લઈ જવાતો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરતા દારૂના કેસમાં વોન્ટેડ આરોપી દિનેશ વસાવાનું નામ સામે આવ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે દિનેશ વસાવા ભાજપના આગેવાન હોવાનું પણ સામે આવ્યું છે, જ્યારે તેમની પુત્રી નર્મદા જિલ્લા પંચાયતમાં ભાજપના સભ્ય છે. હાલ ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય વોન્ટેડ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે અને દારૂની હેરાફેરીના સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Read full article on Abp News

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan