Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Bharuch News: ઝઘડિયા ચાર રસ્તા પાસેથી રૂ. 22.55 લાખનો વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો

📰 Sandesh 🕐 1 min read 📅 August 15, 2026 👁 4 views
Bharuch News: ઝઘડિયા ચાર રસ્તા પાસેથી રૂ. 22.55 લાખનો વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો
ભરૂચ સ્થાનિક ગુના શોધન શાખા એટલે કે LCBની ટીમે ઝઘડિયા ચાર રસ્તા પાસે વોચ ગોઠવીને વિદેશી દારૂની મોટી હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે દમણથી રાજપીપળા તરફ જઈ રહેલા એક શંકાસ્પદ ટેમ્પાને અટકાવીને તેની સઘન તલાશી લીધી હતી. 11,916 બોટલ દારૂ અને ટેમ્પો મળી રૂ. 32.57 લાખનો મુદ્દામાલ કબજે ટેમ્પાની તલાશી દરમિયાન તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 11,916 બોટલો મળી આવી હતી. જપ્ત કરવામાં આવેલા આ વિદેશી દારૂની કુલ કિંમત રૂ. 22.55 લાખ આંકવામાં આવી છે. પોલીસે દારૂના જથ્થા સાથે હેરાફેરીમાં વપરાયેલ ટેમ્પો અને અન્ય સાધન-સામગ્રી મળીને કુલ રૂ. 32.57 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. દમણનો બુટલેગર જેલહવાલે, અન્ય 3 આરોપીઓ વોન્ટેડ પોલીસે દારૂની હેરાફેરી કરી રહેલા દમણના એક બુટલેગરને સ્થળ પરથી જ ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, નર્મદા જિલ્લાના દિનેશ વસાવા નામના ઈસમે આ દારૂનો જથ્થો દમણથી મંગાવ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા અન્ય 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આગળની કાયદેસર તપાસ આ સમગ્ર નેટવર્ક કઈ રીતે ચાલતું હતું અને આ અગાઉ કેટલો દારૂ ઘૂસાડવામાં આવ્યો છે, તે અંગે ભરૂચ LCB અને ઝઘડિયા પોલીસે ગુનો નોંધીને ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ પણ વાંચો - Bharuch: આમોદના નાહિયેર સ્વામિનારાયણ મંદિરના નિર્માણમાં 31 લાખની છેતરપિંડી, અમદાવાદથી સોમપુરા બંધુઓની ધરપકડ
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan