Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

Bhavnagar: ખરકડી ગામે કેફી પીણું પીધા બાદ તબિયત લથડતાં 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં સારવાર હેઠળ

📰 Sandesh 🕐 1 min read 📅 August 18, 2026 👁 2 views
Bhavnagar: ખરકડી ગામે કેફી પીણું પીધા બાદ તબિયત લથડતાં 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં સારવાર હેઠળ
ભાવનગર જિલ્લાના ખરકડી ગામેથી એક અત્યંત ચોંકાવનારો અને ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગામમાં રહેતા ત્રણ યુવાનોએ કોઈ અજ્ઞાત અથવા શંકાસ્પદ કેફી પીણું પીધું હતું, જે બાદ અચાનક ત્રણેય યુવકોની તબિયત લથડવા લાગી હતી. ભાવનગરના ખરકડી ગામે મોટી દુર્ઘટના વિષયક્ત અસર અથવા પીણાની ગંભીર અસરને કારણે ત્રણેય પૈકી 2 યુવકોની સ્થિતિ વધુ નાજુક બનતાં તેમને તાત્કાલિક અસરથી ભાવનગર શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા બે યુવકો પૈકી એક યુવકનું ટૂંકી સારવાર બાદ કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ ભાવનગર પોલીસનો કાફલો હોસ્પિટલ અને ખરકડી ગામે દોડી ગયો હતો. કેફી પીણું પીધા બાદ 3 યુવકોની તબિયત લથડી ત્રણેય યુવકોએ કયું કેફી પીણું પીધું હતું અને તે ક્યાંથી લાવવામાં આવ્યું હતું તે અંગે પોલીસે ઘેરી તપાસ હાથ ધરી છે.મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યો છે. પીએમ રિપોર્ટ અને એફએસએલ (FSL) ના સેમ્પલિંગ બાદ જ મોતનું સાચું કારણ અને પીણાની ઝેરી તીવ્રતા સ્પષ્ટ થશે.યુવકના અકાળે અવસાનથી ખરકડી ગામમાં ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે અને શંકાસ્પદ કેફી પીણાના વેચાણ અંગે પણ તંત્ર સમક્ષ પ્રશ્નો ઊભા થયા છે. આ પણ વાંચો: Ahmedabad: સોલામાં ઢોંગી ભુવાએ 15 વર્ષની સગીરા પર આચર્યું દુષ્કર્મ, વિધિના નામે કેફી પીણું પીવડાવી વારંવાર લંપટતા આચરી
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan