Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

ભદ્રેશ્વરમાં 16 વર્ષની સગીરાનો આપઘાત:લઘુમતી સમાજના યુવકનું પ્રેમ સંબંધ રાખવા દબાણ, ઘર બદલવા છતાં પીછો ન છોડ્યો; આરોપીની ધરપકડ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 14, 2026 👁 6 views
ભદ્રેશ્વરમાં 16 વર્ષની સગીરાનો આપઘાત:લઘુમતી સમાજના યુવકનું પ્રેમ સંબંધ રાખવા દબાણ, ઘર બદલવા છતાં પીછો ન છોડ્યો; આરોપીની ધરપકડ
શહેરના ભદ્રેશ્વર વિસ્તારમાં રહેતી 16 વર્ષીય સગીરાએ ગળાફાંસો ખઈ આપઘાત કરી લીધો છે. ભૂતકાળમાં પાડોશમાં રહેતા સિદ્ધ ધર્મની યુવક દ્વારા યુવતીને પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરવામાં આવતું હતું. વારંવાર યુવતીને પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ ફરતો હોવાથી છેવટે કંટાળીને સગીરાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સમગ્ર મામલે એરપોર્ટ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. પરિવારજનોએ વિધર્મી યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા એરપોર્ટ પોલીસે ગુનો નોંધી તાત્કાલિક આરોપીની ધરપકડ કરી લીધી છે. એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઇ એ.ડી ચાવડાએ જણાવ્યું હતું કે 16 વર્ષીય સગીરા દ્વારા ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેવામાં આવી હતી જેમાં પરિવારજનોએ યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પ્રેમ સંબંધ રાખવાનું દબાણ કરતો હોવાથી આખા કર્યો હોવા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક ધોરણે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી લીધી છે. મળતી માહિતી મુજબ શહેરના ભદ્રેશ્વર વિસ્તારમાં 16 વર્ષીય સગીરા તેના પરિવાર સાથે રહેતી હતી. ફેબ્રુઆરી મહિનામાં સગીરા ઘરે હાજર મળી આવી નહોતી ત્યારબાદ મોડી રાત્રે રખિયાલ વિસ્તારમાં રહેતા નસીમ ઉર્ફે અન્સારી નામનો યુવક તેને બાઈક પર ભદ્રેશ્વર બસ સ્ટેન્ડ પાસે ઉતારીને જતો રહ્યો હતો. આ બાબતે ફરિયાદ આપવામાં આવી હતી. 13 ઓગસ્ટના રોજ સગીરાના પરિવારજનો રોજિંદા કામે લાગી ગયા હતા ત્યારે સગીરાની માતા અને તેના ભાઈ બેન ઘરે હાજર નહોતા અને એકલી હાજર હતી ત્યારે તેણે ઉપરના રૂમમાં ગળાફાંસો ખાઈ અને આત્મહત્યા કરી લીધી હતી. સાંજે જ્યારે પરિવારજનો ઘરે આવ્યા ત્યારે જાણ થઈ કે સગીરાએ આપઘાત કરી લીધો છે. જેથી આ બાબતે 108 એમ્બ્યુલન્સને જાણ કરતાં તેઓ આવી પહોંચ્યા હતા અને તપાસ કરતા યુવતીને મૃત જાહેર કરી હતી. પ્રખ્યાલ વિસ્તારમાં રહેતો નસીમ નામનો યુવક અગાઉ સગીરાને બાઇક પર બેસાડીને લઈ ગયો હતો અને જ્યારે ભદ્રેશ્વર છાપરા ખાતે રહેતા હતા ત્યારે ત્યાં આંટા ફેરા મારતો હતો અને પ્રેમ સંબંધ રાખવા માટે સગીરાને દબાણ કરતો હતો. સગીરા પ્રેમ સંબંધ રાખવા માટે ના પાડતી હોવા છતાં પણ તેને દબાણ કરી પરેશાન કરતો હતો. જેથી તેઓ ભદ્રેશ્વરમાં અન્ય જગ્યાએ રહેવા જતા રહ્યા હતા. અન્ય જગ્યાએ રહેવા ગયા હોવા છતાં પણ નસીમ ત્યાં આંટા ફેરા મારતો હતો અને સગીરાને વાતચીત કરવા માટે દબાણ કરતો હતો. જેથી નસીમ દ્વારા આપવામાં આવતા ત્રાસથી કંટાળી જઈ અને સગીરાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. વિધર્મી યુવક દ્વારા સગીરાને પ્રેમ સંબંધ માટે દબાણ કરવામાં આવતું હોવાના પગલે તાત્કાલિક ધોરણે બજરંગ દળ ના આગેવાન અને કાર્યકર્તાઓ એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ગયા હતા અને તાત્કાલિક ગુનો નોંધી આરોપીની ધરપકડની માંગ કરી હતી જેથી એરપોર્ટ પોલીસે આમ અમને ગુનો નોંધી અને આરોપીની ધરપકડ કરી લીધી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan