Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

ભંગાર રોડથી કંટાળેલા ગ્રામજનોએ રસ્તા પર અગરબત્તી કરી નોંધાવ્યો વિરોધ

📰 News18 Gujarati 🕐 1 min read 📅 September 6, 2026 👁 3 views
ભંગાર રોડથી કંટાળેલા ગ્રામજનોએ રસ્તા પર અગરબત્તી કરી નોંધાવ્યો વિરોધ
જોડીયા પંથકમાં આવેલ બાલાચડી ગામ વિશ્વમાં આશરા ધર્મ માટે તેની નોંધ લેવાય છે. કારણ કે જામ સાહેબે પોલેન્ડના બાળકોને અહીં બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન આશરો આપી ભણવા માટે વ્યવસ્થા કરી હતી. આજે પણ જ્યાં સૈનિક સ્કૂલ તૈયાર છે અને લોકો દૂર દૂરથી અહીં અભ્યાસ અર્થે આવે છે. ત્યારે આ સૈનિક સ્કૂલ નજીક આવેલ બાલાચડી ગામના સ્થાનિક લોકોની હાલત અત્યંત કફોડી છે. કારણ કે, જોડીયા પંથકના હડીયાણાથી બાલાચડી ગામ અને ખીરીથી બાલાચડી ગામ તરફ જતો રસ્તો ઘણા લાંબા સમયથી બિસ્માર છે. મસ મોટા ગાબડાઓમાં લોકો વાહન લઈને અને ચાલીને પણ માંડ માંડ પસાર થઈ શકે તેમ છે ત્યાં આ રસ્તાને છેલ્લા ઘણા સમયથી મરામત માટે રજૂઆતો કરવામાં આવી છે. જ્યારે નિંભર તંત્ર કોઈ દરકાર ન લેતા કંટાળેલા ગ્રામજનો બિસ્માર રસ્તાની વચ્ચે ઉતરી અગરબત્તી કરી પ્રાર્થના કરી રહ્યા છે કે આ રસ્તા નું વહેલી તકે સમારકામ થાય. સોશિયલ મીડિયામાં ગ્રામજનોના આ અનોખા વિરોધનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
Read full article on News18 Gujarati

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan