Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

ભરૂચ નજીક એક્સપ્રેસવે પર ચાર વાહન વચ્ચે અકસ્માત, 30 કિલોમીટર સુધી વાહનોના થપ્પા લાગ્યા

📰 News18 Gujarati 🕐 1 min read 📅 September 1, 2026 👁 2 views
ભરૂચ નજીક એક્સપ્રેસવે પર ચાર વાહન વચ્ચે અકસ્માત, 30 કિલોમીટર સુધી વાહનોના થપ્પા લાગ્યા
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ચાર વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના બની. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે આ ઘટના આમોદ તાલુકાના માતર ટોલટેક્સ નજીક બની હતી. જેને પગલે વડોદરાથી માતર સુધી લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો અને અંદાજે 30 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી. ઉલ્લેખનીય છે કે સુરતથી રાજકોટ તરફ પીકઅપ વાહન લઈને જઈ રહેલા રોહિતભાઈ ગોરાભાઈ લેલા નામના વ્યક્તિ અકસ્માતનો ભોગ બન્યા છે. ટ્રાફિકજામમાં ઉભેલી પીકઅપને એક લક્ઝરી બસે અડફેટે લેતા અકસ્માત વધુ ગંભીર બન્યો હતો. જેમાં પીકઅપ ચાલકનું મૃત્યુ નિપજ્યું છે. આ બનાવને પગલે આમોદ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Read full article on News18 Gujarati

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan