Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

ભરૂચમાં 4 દુકાનોમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો:બી-ડિવિઝન પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપ્યો, મુદ્દામાલ જપ્ત

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 27, 2026 👁 3 views
ભરૂચમાં 4 દુકાનોમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો:બી-ડિવિઝન પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપ્યો, મુદ્દામાલ જપ્ત
ભરૂચના કતોપર બજારમાં એક જ રાત્રે ચાર દુકાનોમાં થયેલી ચોરીનો ભેદ બી-ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે. પોલીસે ચોરી કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે. 25 ઓગસ્ટની રાત્રિના કતોપર બજારમાં આવેલી ચાર દુકાનોને નિશાન બનાવી રોકડ અને અન્ય ચીજવસ્તુઓની ચોરી કરવામાં આવી હતી. આ ઘટના અંગે બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પીઆઈ એન.કે.ડામોરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે તપાસ શરૂ કરી હતી. પોલીસે ઘટનાસ્થળ અને આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. સાથે જ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીની શોધખોળ હાથ ધરી હતી. ચોક્કસ બાતમીના આધારે પોલીસે કતોપર બજારમાં સોડાની દુકાન નજીકથી મોહમદ તૌસીફ ગુલામ મહમદ શેખને ઝડપી પાડ્યો હતો. આરોપી હાલ મક્તમપુર ખાતે રહે છે અને મૂળ ધોબીવાડનો છે. પોલીસની પૂછપરછ દરમિયાન આરોપી મોહમદ તૌસીફે કતોપર બજારની ચારેય દુકાનોમાં ચોરી કર્યાની કબૂલાત કરી હતી. તેની પાસેથી રોકડા રૂ.600, વિવિધ કંપનીના 8 મોબાઈલ ફોન, યાસિકા કંપનીનો કેમેરો, ટાઈટન ઘડિયાળ અને કાપડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો છે. બી-ડિવિઝન પોલીસ મથકમાં તેની સામે ચોરી અને જુગારના ચાર જેટલા ગુનાઓ નોંધાયેલા છે. આરોપીની ધરપકડ બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કતોપર બજારમાં થયેલી ચોરીની ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan