Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

ભરૂચમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કંપનીઓ સામે પોલ્ટ્રી ખેડૂતોનો વિરોધ:આર્થિક શોષણના આરોપ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય વળતર માંગ્યું

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 21, 2026 👁 2 views
ભરૂચમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કંપનીઓ સામે પોલ્ટ્રી ખેડૂતોનો વિરોધ:આર્થિક શોષણના આરોપ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય વળતર માંગ્યું
રાજ્યભરમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરતી કંપનીઓ બોઇલર પોલ્ટ્રી ખેડૂતોનું આર્થિક શોષણ કરતી હોવાના આરોપ છે. આ આરોપો સાથે ભરૂચ જિલ્લાના પોલ્ટ્રી ફાર્મરોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો હતો. ‘ગુજરાત બોઇલર ઇન્ટિગ્રેશન ફાર્મર એસોસિએશન’ના નેજા હેઠળ ખેડૂતો એકઠા થયા હતા. તેમણે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. તેમાં કંપનીઓની મનમાની સામે કાર્યવાહી કરવા અને ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ યોગ્ય વળતર આપવાની માંગ કરી હતી. ખેડૂતોના કહેવા મુજબ, તેઓ 40થી 45 દિવસ સુધી દિવસ-રાત મહેનત કરીને મરઘીના બચ્ચાંનો ઉછેર કરે છે. તેમ છતાં કંપનીઓ તેમને યોગ્ય વળતર આપતી નથી. હાલ સામાન્ય ફાર્મ માટે પ્રતિ કિલો માત્ર 7થી 8 રૂપિયા અને EC ફાર્મ માટે આશરે 10 રૂપિયા જેટલું વળતર મળે છે. ખેડૂતોનો ઉત્પાદન ખર્ચ જ 8થી 10 રૂપિયા સુધી પહોંચે છે. આ કારણે ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. સામાજિક આગેવાન અબ્દુલ કામઠીએ જણાવ્યું કે, ભારત સરકારના પશુપાલન અને પશુસંવર્ધન વિભાગે 21 ડિસેમ્બર 2022ના રોજ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અંગે માર્ગદર્શિકા બહાર પાડી હતી. તેમ છતાં કંપનીઓ તેનો યોગ્ય અમલ કરતી નથી. ખેડૂતો GC મુજબ ઓછામાં ઓછું 12 રૂપિયા પ્રતિ કિલો વળતર માંગે છે. નુકસાન થાય તો ઓછામાં ઓછું 7 રૂપિયા પ્રતિ કિલો સુરક્ષિત વળતર મળે તેવી તેમની માંગ છે. EC ફાર્મરોને 15 રૂપિયા સુધીનું વળતર અને ઓછામાં ઓછી 10 રૂપિયાની સુરક્ષા આપવાની પણ માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત, કંપનીઓ દ્વારા કરવામાં આવતી મનસ્વી પેનલ્ટી અને કપાતની તટસ્થ તપાસ કરવાની માંગ પણ કરાઈ હતી. ખેડૂતોની ફરિયાદોના નિવારણ માટે જિલ્લા અને રાજ્ય કક્ષાએ યોગ્ય વહીવટી તંત્ર ગોઠવવાની પણ માંગ કરવામાં આવી હતી. ખેડૂત આગેવાનોએ ચેતવણી આપી છે કે, જો વહીવટી તંત્ર ખેડૂતોની માંગણીઓ અંગે તાત્કાલિક નિર્ણય નહીં લે તો રાજ્યભરના પોલ્ટ્રી ફાર્મરો ઉગ્ર આંદોલન શરૂ કરવા મજબૂર બનશે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan