Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

ભરૂચમાં પોલીસે બે ચોરીના ગુના ઉકેલ્યા:મોબાઇલ સ્નેચિંગમાં એક અને કોર્ટમાંથી બાઇક ચોરીમાં ત્રણ આરોપી ઝડપાયા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 November 4, 2026 👁 2 views
ભરૂચમાં પોલીસે બે ચોરીના ગુના ઉકેલ્યા:મોબાઇલ સ્નેચિંગમાં એક અને કોર્ટમાંથી બાઇક ચોરીમાં ત્રણ આરોપી ઝડપાયા
ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે બે અલગ-અલગ ગુના ઉકેલી ચાર આરોપીઓને પકડ્યા છે. પોલીસે મોબાઇલ સ્નેચિંગમાં વપરાયેલી પલ્સર બાઇક અને કોર્ટ કેમ્પસમાંથી ચોરાયેલી મોટરસાઇકલ સહિત રૂ. 80 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી. માંગરોલિયાની આગેવાનીમાં પોલીસે પ્રથમ ગુનાની તપાસ કરી હતી. 25 ઓક્ટોબરે શ્રવણ ચોકડી પાસે ક્રોમા શો-રૂમ નજીક એક બાઇકચાલક ફરિયાદીના હાથમાંથી મોબાઇલ ફોન આંચકી ફરાર થયો હતો. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આસપાસના CCTV ફૂટેજ તપાસ્યા હતા. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા યામીન અલ્તાફ પટેલને પકડ્યો હતો. તેની પાસેથી ગુનામાં વપરાયેલી રૂ. 50 હજારની બજાજ પલ્સર 220 બાઇક, નંબર GJ-05-SM-3042, કબજે કરી હતી. યામીન સામે કોસંબા, જંબુસર અને માંડવી પોલીસ મથકોમાં ચોરી અને લૂંટ સહિતના ગુના નોંધાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. બીજા ગુનામાં 27 ઓક્ટોબરે ભરૂચ કોર્ટ કેમ્પસમાંથી હીરો-હોન્ડા CD-Dawn મોટરસાઇકલ, નંબર GJ-16-R-3517, ચોરાઈ હતી. CCTV ફૂટેજ અને બાતમીના આધારે પોલીસે નંદેલાવ બ્રિજથી ગોદી રોડ તરફ વોચ ગોઠવી હતી. ત્યાં ચોરાયેલી બાઇક પર સવાર ત્રણ લોકોને પકડ્યા હતા. પકડાયેલા આરોપીઓ પંજાબના વતની વિશાલદીપસિંગ હરપાલસિંગ સિંઘ, દલજીતસિંગ હરદીપસિંગ સિંઘ અને અજયપાલ સુરેન્દ્રસિંગ સિંઘ છે. તેઓ હાલ વાગરા તાલુકાની એલ એન્ડ ટી કોલોનીમાં રહે છે. તેમની પાસેથી રૂ. 30 હજારની ચોરાયેલી મોટરસાઇકલ કબજે કરી હતી. મુખ્ય આરોપી વિશાલદીપસિંગ સામે દહેજ અને ભરૂચ તાલુકા પોલીસ મથકમાં ચોરીના ત્રણ ગુના નોંધાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan