top
બહુચરાજીમાં ભાજપના ત્રિ-દિવસીય જિલ્લા પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ:પક્ષની નીતિ અને સંગઠનાત્મક બાબતો અંગે માર્ગદર્શન, CM ભુપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત
મહેસાણા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી ખાતે આજે ‘પ્રશિક્ષણ મહાઅભિયાન 2026’ ના પ્રથમ દિવસનો શુભારંભ થયો છે. જિલ્લા કક્ષાના આ ત્રિ-દિવસીય પ્રશિક્ષણ વર્ગના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ખાસ હાજર રહ્યા હતા. ધારાસભ્યો, સાંસદો અને સંગઠનના અગ્રણી હોદ્દેદારો ઉપસ્થિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપરાંત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ પ્રવીણભાઈ માળી સહિત ભાજપના ઉચ્ચ નેતાઓ અને હોદ્દેદારો પણ જોડાયા હતા. બહુચરાજી ખાતે યોજાઈ રહેલા આ મહત્વપૂર્ણ વર્ગમાં મહેસાણા જિલ્લાના તમામ ધારાસભ્યો, સાંસદો અને સંગઠનના અગ્રણી હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા છે. આગામી ત્રણ દિવસ સુધી ચાલશે આજથી શરૂ થયેલો આ પ્રશિક્ષણ વર્ગ આગામી ત્રણ દિવસ સુધી ચાલશે, જેમાં જિલ્લાના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ વિવિધ સત્રોમાં ભાગ લઈને પક્ષની રીત-નીતિ અને સંગઠનાત્મક બાબતો અંગે માર્ગદર્શન મેળવશે.
Read full article on Divya Bhaskar