Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

‘બિચ્છુ ગેંગ’ના સાગરીત તન્નુ મલેકને ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યો:₹ 4.92 કરોડની ઠગાઈ અને ગુજસીટોકના કેસમાં ફરાર હતો, આરોપી સામે બે વખત પાસા અને 20 ગુના નોંધાયેલા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 15, 2026 👁 4 views
‘બિચ્છુ ગેંગ’ના સાગરીત તન્નુ મલેકને ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યો:₹ 4.92 કરોડની ઠગાઈ અને ગુજસીટોકના કેસમાં ફરાર હતો, આરોપી સામે બે વખત પાસા અને 20 ગુના નોંધાયેલા
સસ્તું સોનું તેમજ ₹ 10 કરોડની લોન અપાવવાની લાલચ આપી ₹ 4.92 કરોડથી વધુની માતબર રકમ પડાવી લેવાના ગુનામાં અને ગુજસીટોકના કેસમાં જામીન રદ થતાં લાંબા સમયથી નાસતા ફરતા કુખ્યાત 'બિચ્છુ ગેંગ'ના રીઢા આરોપી તનવીર ઉર્ફે તન્નુ શબ્બીરભાઈ મલેકને વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે રેડ કરી દબોચી લીધો છે. બિલ્ડીંગના ત્રીજા માળેથી તન્નુ મલેકને પોલીસે દબોચ્યો વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે ગંભીર ગુનામાં વોન્ટેડ અને ગુજસીટોક હેઠળ સંડોવાયેલા અસામાજિક તત્વો સામે કડક ઝુંબેશ હાથ ધરી છે. આ દરમિયાન બાતમી અને હ્યુમન સોર્સના આધારે ચાંપાનેર ભોઇવાડા રોડ પર અશરફના ડેલા પાસેની એક બિલ્ડીંગના ત્રીજા માળેથી આરોપી તનવીર ઉર્ફે તન્નુ મલેકને ઘેરાબંધી કરીને ઝડપી લેવામાં સફળતા મળી હતી. કરોડોની છેતરપિંડીમાં ફરાર થયો આરોપી આરોપી તનવીર મલેક વડોદરાના જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કરોડો રૂપિયાની છેતરપિંડીના ગંભીર ગુનામાં વોન્ટેડ હતો. આરોપી રાજવીર ઉર્ફે ઉર્ફી, ઈલ્યાસ અજમેરી અને અન્ય સાગરીતો સાથે મળી ગુનાહિત ષડયંત્ર રચી ફરિયાદીને બજારભાવ કરતાં ઓછી કિંમતે સોનું અપાવવાની તેમજ ₹ 10 કરોડની લોન મંજૂર કરાવી આપવાની લાલચ આપી હતી. વિશ્વાસ કેળવી આરોપીઓએ ફરિયાદી પાસેથી ટુકડે-ટુકડે કુલ ₹ 4,92,50,000 પડાવી લીધા હતા. ત્યારબાદ સોનું કે લોન આપવાને બદલે બનાવટી પોલીસ ઊભી કરી ફરિયાદી સાથે વિશ્વાસઘાત આચરી ફરાર થઈ ગયા હતા. કોર્ટની ટ્રાયલ તારીખોમાં સતત ગેરહાજર રહેતો ઉલ્લેખનીય છે કે, વર્ષ 2021માં ડીસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુખ્યાત 'બિચ્છુ ગેંગ' સામેના ગુજસીટોકના ગુનામાં પણ તનવીર મલેકની અગાઉ ધરપકડ થઈ હતી. ત્યારબાદ તે શરતી જામીન પર મુક્ત થયો હતો, પરંતુ સેશન્સ કોર્ટની ટ્રાયલ તારીખોમાં સતત ગેરહાજર રહેતાં કોર્ટે તેની સામે ધરપકડ વોરંટ ઇશ્યૂ કર્યું હતું. આ મામલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવતાં હાઇકોર્ટે તેના જામીન રદ કરવાનો હુકમ કર્યો હતો, જેથી ધરપકડથી બચવા માટે તે નાસતો ફરતો રહેતો હતો. આરોપી સામે 20 ગુના'ને બે વખત પાસા થઈ ચૂકી છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ઝડપાયેલો આરોપી તનવીર ઉર્ફે તન્નુ અગાઉથી જ ગંભીર ગુનાહિત માનસિકતા ધરાવે છે. તેની સામે શહેરના જુદા જુદા પોલીસ મથકોમાં ખૂન, ખૂનની કોશિશ, રાયોટિંગ, એનડીપીએસ, ધાડ, આર્મ્સ એક્ટ, મારામારી અને ધાકધમકી જેવા 20 ગંભીર ગુના નોંધાઈ ચૂક્યા છે. તેની અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે ભૂતકાળમાં તેની સામે બે વખત 'પાસા' હેઠળ કાર્યવાહી કરાઈ હતી તેમજ બે વખત તેને વડોદરા શહેરમાંથી હદપાર પણ કરવામાં આવ્યો હતો. હાલ ક્રાઇમ બ્રાન્ચે આરોપી સામે કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan