crime
BOIનું પેન્શન કાર્ડ આપવાના નામે ઠગોએ નિવૃત્ત કર્મચારીને ફસાવ્યાઃ6 બેન્ક ખાતામાંથી 18.74લાખ વગે કર્યા
નિઝામપુરાના બેંક ઓફ ઇન્ડિયાના નિવૃત્ત કર્મચારી મહેન્દ્રકુમાર સાથે રૂ. 18.74 લાખની ઓનલાઈન છેતરપિંડી થઈ છે. પેન્શન કાર્ડની જાહેરાત જોઈ લિંક ક્લિક કરતા ઠગબાજોએ વિગતો મેળવી. પછી APK ફાઈલ ઇન્સ્ટોલ કરાવી ફોન ચાલુ રખાવી 'એલાઉ' ઓપ્શન દબાવડાવ્યું. પત્નીના ખાતામાંથી રૂ. 4 હજાર ઉપડતા શંકા ગઈ અને તપાસ કરતા 6 બેંક ખાતા તથા ક્રેડિટ કાર્ડમાંથી કુલ રૂ. 18.74 લાખ ઉપડી ગયાનું જાણવા મળ્યું. તેમણે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી છે.
Read full article on Gujaratsamachar