Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

બોમ્બે HCએ કહ્યું- FDA અધિકારીઓ પોતાને ભગવાન સમજે છે!:ન નિયમો વાંચે છે- ન કાયદા જાણે છે, કાર્યવાહી કરી દે છે; 5 રેસ્ટોરન્ટને ફૂડ લાઇસન્સ પાછા મળ્યા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 29, 2026 👁 3 views
બોમ્બે HCએ કહ્યું- FDA અધિકારીઓ પોતાને ભગવાન સમજે છે!:ન નિયમો વાંચે છે- ન કાયદા જાણે છે, કાર્યવાહી કરી દે છે; 5 રેસ્ટોરન્ટને ફૂડ લાઇસન્સ પાછા મળ્યા
બોમ્બે હાઈકોર્ટે શનિવારે મહારાષ્ટ્રના ફૂડ ડિપાર્ટમેન્ટની કાર્યપદ્ધતિ પર સવાલ ઉઠાવ્યા. કોર્ટે કહ્યું કે, અધિકારીઓ ન તો અમારા આદેશ સમજે છે, ન તો એક્ટ. તેઓ પોતાના નિયમો પણ વાંચતા નથી. ન તો કાયદો જાણે છે, બસ કાર્યવાહી કરી દે છે. ખરેખરમાં, મુંબઈ ક્રિકેટ એસોસિયેશને મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરી હતી. FDAએ 21 ઑગસ્ટે પ્રારંભિક તપાસ બાદ ક્લબના પાંચ આઉટલેટના લાયસન્સ સસ્પેન્ડ કરી દીધા હતા. હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે નવા રિપોર્ટના આધારે પાંચેય રેસ્ટોરન્ટને ફરીથી ખોલવાની મંજૂરી આપી. રિપોર્ટમાં સામે આવ્યું કે આ રેસ્ટોરન્ટ હવે ફૂડ સેફ્ટી નિયમોના 88% માપદંડોનું પાલન કરી રહ્યા છે. કોર્ટની 2 ટિપ્પણી, એક સૂચન રેસ્ટોરન્ટ માટે વેબસાઇટનો સુઝાવ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે FDAને એક નીતિ પર વિચાર કરવા માટેનો સુઝાવ પણ આપ્યો. કોર્ટે કહ્યું કે મોટા રેસ્ટોરન્ટની પોતાની વેબસાઇટ હોવી જોઈએ, જ્યાં લોકો સ્વચ્છતા, ભોજન અને સ્વાદને લઈને પોતાનો અભિપ્રાય શેર કરી શકે. FDAએ કહ્યું હતું કે- રેસ્ટોરન્ટનું લાઇસન્સ કોઈ બીજાના નામે હતું, ચલાવી કોઈ બીજું રહ્યું હતું FDAએ પોતાની દલીલમાં કહ્યું હતું કે રેસ્ટોરન્ટનું સંચાલન M/s Shirke Infrastructure કરી રહ્યું હતું, જ્યારે લાઇસન્સ MCAના નામે હતા. FDAએ શનિવારે કોર્ટને જણાવ્યું કે તે MCAને નવી નોટિસ જારી કરશે અને Shirke Infrastructure સાથેના તેના કરાર અંગે MCAનો પક્ષ સાંભળશે. ત્યારબાદ કારણો સાથે નવો આદેશ જારી કરવામાં આવશે. કોર્ટે કહ્યું કે જ્યારે રેસ્ટોરન્ટ હવે નિયમો અનુસાર છે, ત્યારે લાઇસન્સ સસ્પેન્ડ રાખવાનો આદેશ ચાલુ રહી શકે નહીં. તેથી સસ્પેન્શન આદેશ પાછો ખેંચી લેવામાં આવ્યો અને રેસ્ટોરન્ટને ફરીથી ખોલવાની મંજૂરી આપવામાં આવી. મહારાષ્ટ્રમાં FDA શા માટે ચર્ચામાં છે, નવા કમિશનર આવ્યા પછી કાર્યવાહી ચાલુ મહારાષ્ટ્રનું ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન એટલે કે FDA છેલ્લા કેટલાક મહિનાઓથી ચર્ચામાં છે. તેનું કારણ નવા FDA કમિશનર તુકારામ મુંઢે છે. જેમણે પદ સંભાળ્યાના 3 મહિનાની અંદર 1100થી વધુ દરોડા પાડ્યા અને 165 લાયસન્સ સસ્પેન્ડ કર્યા. સમગ્ર રાજ્યમાં નકલી પનીર પર પ્રતિબંધ મૂક્યો. હાઈકોર્ટની પોતાની કેન્ટીનને પણ છોડી નહીં. હવે સીધા બોલિવૂડના ત્રણ મોટા સ્ટાર્સ શાહરૂખ ખાન, અજય દેવગન અને ટાઈગર શ્રોફને વિમલની જાહેરાત માટે નોટિસ જારી કરી છે. સોશિયલ મીડિયા પર તેમને ‘રિયલ લાઈફ સિંઘમ’નો ટેગ આપવામાં આવી રહ્યો છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan