Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Botadમાં કથિત રૂ.1 કરોડના 'તોડકાંડ'થી ચકચાર: વીડિયો વાયરલ કરી ભાજપ નેતાઓ અને LCB PI સામે ગંભીર આક્ષેપો

📰 Sandesh 🕐 1 min read 📅 September 8, 2026 👁 2 views
Botadમાં કથિત રૂ.1 કરોડના 'તોડકાંડ'થી ચકચાર: વીડિયો વાયરલ કરી ભાજપ નેતાઓ અને LCB PI સામે ગંભીર આક્ષેપો
બોટાદમાં કથિત રૂ.1 કરોડના 'તોડકાંડ'ના આક્ષેપો મામલે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થતાં ભારે ખળભળાટ મચી ગયો છે. પીન્ટુ કોળી નામના વ્યક્તિએ સોશિયલ મીડિયા પર આ વીડિયો જાહેર કરીને આરોપ લગાવ્યો છે કે કોળી સમાજના એક યુવાનને ગેમિંગ સંબંધિત ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને તેની પાસેથી રૂ.1 કરોડ પડાવી લેવામાં આવ્યા છે. એટલું જ નહીં, આ દરમિયાન યુવાનને કથિત રીતે માર મારવામાં આવ્યો હોવાના પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટના આશરે 20 દિવસ જૂની હોવાનો વીડિયોમાં દાવો કરાયો છે. ભાજપના આગેવાનો અને LCB PIના નામજોગ આક્ષેપ વાયરલ થયેલા વીડિયોમાં આક્ષેપકર્તાએ ભાજપના આગેવાનોના ફોટા દર્શાવવાની સાથે તેમના નામો પણ જાહેર કર્યા છે. જેમાં LCBના PI તેમજ બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ અને જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ભરતસિંહ ડોડિયાની સીધી સંડોવણી હોવાના નામજોગ આક્ષેપો કરવામાં આવ્યા છે. વીડિયોમાં "સબૂત વગર કોઈ વ્યક્તિ બોલતું નથી" તેમ કહીને ગૃહમંત્રીના "કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો" નિવેદનને ટાંકીને પોલીસ તંત્ર અને સરકારની કામગીરી સામે તીખા સવાલો ઉઠાવવામાં આવ્યા છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી પાસે તટસ્થ તપાસની માગ વીડિયોના માધ્યમથી આક્ષેપકર્તાએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને અપીલ કરતા માંગ કરી છે કે આ સમગ્ર મામલે તટસ્થ અને ન્યાયી તપાસ કરવામાં આવે તથા રૂ.1 કરોડ શા માટે લેવામાં આવ્યા તેની સત્યતા સામે લાવવામાં આવે. જોકે, નોંધનીય છે કે આ તમામ વિગતો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોના આધારે સામે આવી છે અને આ આક્ષેપોની કોઈ સ્વતંત્ર પુષ્ટિ થયેલી નથી. પોલીસ અને સંબંધિત નેતાઓનો સત્તાવાર જવાબ કે વર્ઝન આવ્યા બાદ જ સમગ્ર મામલે ચિત્ર વધુ સ્પષ્ટ થશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan