top
બોટાદમાં કોંગ્રેસની બેઠક, નિવૃત IPS કુલદીપ શર્મા ઉપસ્થિત:આગામી ચૂંટણી માટે સંગઠન મજબૂત કરવા ચર્ચા કરાઈ
બોટાદ ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નિવૃત આઈપીએસ કુલદીપ શર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આગામી ચૂંટણીઓ અને નાગરિકોના કાર્યો માટે સંગઠનને મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં આયોજિત આ સંગઠનાત્મક બેઠકમાં કુલદીપ શર્માએ કાર્યકર્તાઓને સંગઠન કેવી રીતે બનાવવું અને તેને કેવી રીતે મજબૂત કરવું તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, મજબૂત સંગઠન જ ચૂંટણીમાં સફળતા અને જનતાના પ્રશ્નોના નિરાકરણ માટે અનિવાર્ય છે. આ બેઠકમાં બોટાદ જિલ્લા કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપરાંત જિલ્લા પ્રમુખ હિંમતભાઈ કટારીયા, પૂર્વ જિલ્લા પ્રમુખ રમેશભાઈ મેર, શહેર પ્રમુખ પ્રવીણભાઈ અને જિલ્લા પ્રવક્તા સિકંદર જોખીયા સહિતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બેઠકના અંતે, ઉપસ્થિત તમામ સભ્યોએ સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે સક્રિયપણે કામગીરી શરૂ કરવાનો સંકલ્પ લીધો હતો.
Read full article on Divya Bhaskar