politics
બોટાદમાં લઠ્ઠાકાંડ મુદ્દે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ, ચક્કાજામ:પોલીસે કાર્યકરોની અટકાયત કરી, કડક દારૂબંધીની માંગ
બોટાદમાં ભાવનગરના નકલી દારૂકાંડના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બોટાદ શહેરના હવેલી ચોક ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થયા હતા. તેમણે બેનરો અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા પર ચક્કાજામ કર્યું હતું, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો. તેમણે સરકાર અને વહીવટી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસે બોટાદ શહેર અને જિલ્લામાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાના આક્ષેપો કરીને દારૂબંધીના કડક અમલની માંગ કરી હતી. ચક્કાજામની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોને અટકાયતમાં લીધા હતા અને રસ્તો ફરીથી વાહનવ્યવહાર માટે ખુલ્લો કરાવ્યો હતો. કોંગ્રેસે ચેતવણી ઉચ્ચારી હતી કે જો રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ કરવામાં નહીં આવે અને ગેરકાયદેસર દારૂના વેચાણ સામે અસરકારક કાર્યવાહી નહીં થાય, તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલનો કરવામાં આવશે.
Read full article on Divya Bhaskar