top
બોટાદમાં રાષ્ટ્રીય એકતા દિવસની રેલી યોજાઈ:સરદાર પટેલની જન્મજયંતીએ પ્રભારી મંત્રી રિવાબા જાડેજા સહિતના મહાનુભાવો જોડાયા
31 ઓક્ટોબર 2026ના રોજ બોટાદમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી. સરદાર પટેલની જન્મજયંતી નિમિત્તે યોજાયેલી રેલીમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.રેલી શહેરની સરકારી હાઈસ્કૂલના મેદાનથી જૂના માર્કેટિંગ યાર્ડ સુધી યોજાઈ હતી. કાર્યક્રમમાં પ્રભારી મંત્રી રિવાબા જાડેજા ઉપસ્થિત રહ્યાં હતાં. જિલ્લા કલેક્ટર, એસપી, ડીવાયએસપી, પ્રાંત અધિકારી, બોટાદ જિલ્લા પ્રમુખ મયુરભાઈ પટેલ, ધારાસભ્ય ઉમેશ મકવાણા અને નગરપાલિકા પ્રમુખ અશ્વિનભાઈ ખસિયા પણ હાજર રહ્યાં હતાં. સરકારી વિભાગોના અધિકારીઓ પણ કાર્યક્રમમાં જોડાયા હતા.
Read full article on Divya Bhaskar