Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

બોટાદના 1 કરોડના કથિત તોડકાંડ અને ઓનલાઈન ગેમિંગની તપાસની માંગ:ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રીને રૂબરૂ મળી ઉચ્ચસ્તરીય તપાસની રજૂઆત કરી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 14, 2026 👁 2 views
બોટાદના 1 કરોડના કથિત તોડકાંડ અને ઓનલાઈન ગેમિંગની તપાસની માંગ:ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રીને રૂબરૂ મળી ઉચ્ચસ્તરીય તપાસની રજૂઆત કરી
આજે ગાંધીનગર ખાતે બોટાદ જિલ્લાના કોળી સમાજના આગેવાનો, યુવાનો અને વડીલો સાથે એક બેઠક યોજાઈ હતી. આ બેઠક પછી બોટાદ તાલુકામાં થયેલા કથિત 1 કરોડ રૂપિયાના તોડકાંડ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવી. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી કે આ મામલો માત્ર 1 કરોડ રૂપિયાના કથિત તોડકાંડ પૂરતો સીમિત નથી. બોટાદ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ઓનલાઈન ગેમિંગના નેટવર્ક અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ થવી જરૂરી છે. રજૂઆત દરમિયાન જણાવાયું હતું કે બોટાદ જિલ્લામાં ઓનલાઈન ગેમિંગના સિન્ડિકેટ સક્રિય હોવાની આશંકા છે. તેના દ્વારા હજારો કરોડ રૂપિયાના ઓનલાઈન નાણાકીય વ્યવહારો થઈ રહ્યા હોવાની પણ આશંકા છે. આવા નેટવર્ક પાછળ કોણ લોકો છે, નાણાકીય વ્યવહારો ક્યાંથી અને ક્યાં થઈ રહ્યા છે, તેમજ આ પ્રવૃત્તિનું સંચાલન કોણ કરી રહ્યું છે તે અંગે તપાસ કરીને હકીકત બહાર લાવવી જરૂરી છે. માંગ કરવામાં આવી હતી કે બોટાદ પોલીસ દ્વારા ચાલી રહેલી તપાસને ઉચ્ચ સ્તરે લઈ જવામાં આવે. આ સમગ્ર મામલાની રેન્જ IG કક્ષાના અધિકારી અથવા CID ક્રાઈમ, ગાંધીનગરના અધિકારી દ્વારા તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરાવવામાં આવે. ધારાસભ્યએ મુખ્યમંત્રીનું ધ્યાન દોરતા જણાવ્યું હતું કે ભદ્રાવાડી ગામ સાથે સંકળાયેલી એવી વ્યક્તિઓ અંગે પણ તપાસ થવી જોઈએ, જેઓ હાલમાં દુબઈમાં રહી ઓનલાઈન ગેમિંગનું સિન્ડિકેટ ચલાવતા હોવાની આશંકા છે. આ અંગે અગાઉ પણ પોલીસને જાણ કરાઈ હતી. આથી આવા તમામ લોકોની ભૂમિકા, તેમના નાણાકીય વ્યવહારો, સ્થાનિક સ્તરે તેમના સંપર્કો અને ઓનલાઈન ગેમિંગના સમગ્ર નેટવર્ક સાથેના સંભવિત જોડાણ અંગે નિષ્પક્ષ અને ટેક્નિકલ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ધારાસભ્ય ઉમેશ મકવાણાએ જણાવ્યું હતું કે કથિત તોડકાંડ હોય કે ઓનલાઈન ગેમિંગનું નેટવર્ક, સમગ્ર હકીકત નિષ્પક્ષ તપાસ દ્વારા બહાર આવવી જોઈએ અને દોષિતો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan