Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

બોટાદના હીરા બજારમાં લાખોની કિંમતના હીરાની ચોરી:નિલમ શોપિંગની હીરાની ઓફિસમાં બની ઘટના, તપાસનો ધમધમાટ શરૂ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 16, 2026 👁 4 views
બોટાદના હીરા બજારમાં લાખોની કિંમતના હીરાની ચોરી:નિલમ શોપિંગની હીરાની ઓફિસમાં બની ઘટના, તપાસનો ધમધમાટ શરૂ
બોટાદ શહેરના હીરા બજારમાં આવેલા નિલમ શોપિંગમાં હીરાની ઓફિસમાંથી લાખો રૂપિયાની કિંમતના હીરાની ચોરી થઈ હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, હીરાના વેપારી અશોકભાઈ જવેરભાઈ કણકોટીયાની ઓફિસમાંથી હીરાની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું છે. લાખોની કિંમતના હીરા ચોરાયા હોવાનો અંદાજ ઓફિસમાંથી ચોરી થયેલા હીરાની કિંમત લાખો રૂપિયામાં હોવાનો પ્રાથમિક અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. જોકે, ચોક્કસ કેટલા હીરા અને કેટલી કિંમતની ચોરી થઈ છે તે અંગે પોલીસ તપાસ બાદ જ સત્તાવાર વિગતો સામે આવશે. DYSP અને LCB સહિતનો પોલીસ કાફલો પહોંચ્યો ચોરીની ઘટનાની જાણ થતાં બોટાદ DYSP, LCB સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે હીરાની ઓફિસ અને આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. સાથે જ ઘટનાને લગતા પુરાવા એકત્ર કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. પોલીસ તપાસ તેજ હાલ બોટાદ પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ચોરી કેવી રીતે થઈ, તેમાં કોઈ જાણભેદુની સંડોવણી છે કે કેમ અને ચોરી પાછળ કોણ જવાબદાર છે તે સહિતના મુદ્દે તપાસ ચાલી રહી છે. પોલીસની તપાસ પૂર્ણ થયા બાદ ચોરી થયેલા હીરાની ચોક્કસ કિંમત અને સમગ્ર ઘટનાની હકીકત સામે આવવાની શક્યતા છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan