Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

BRICS Summit 2026: પેઝેશ્કિયાનની રાષ્ટ્રપતિ મુર્મુ સાથે મુલાકાત, ભારત-ઈરાન મિત્રતા પર થઈ ચર્ચા

📰 Sandesh 🕐 1 min read 📅 September 12, 2026 👁 1 views
BRICS Summit 2026: પેઝેશ્કિયાનની રાષ્ટ્રપતિ મુર્મુ સાથે મુલાકાત, ભારત-ઈરાન મિત્રતા પર થઈ ચર્ચા
BRICS Summit 2026: પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને શનિવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને નેતાઓએ ઈરાન અને ભારત વચ્ચેની મિત્રતાના જૂના સંબંધો પર ચર્ચા કરી. તેમાં બંને દેશો વચ્ચેના મજબૂત સાંસ્કૃતિક અને લોકો વચ્ચેના પરસ્પર સંબંધોનો પણ સમાવેશ થાય છે. ઈરાન અને ભારત વચ્ચેના જૂના સંબંધો પર ચર્ચા BRICS શિખર સંમેલન દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુને મળનારા તેઓ એકમાત્ર નેતા રહ્યા. આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુએ ક્ષેત્રમાં કાયમી શાંતિના પ્રયાસો પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા ફરી વ્યક્ત કરી અને કહ્યું કે સંઘર્ષોનો ઉકેલ વાતચીત અને કૂટનીતિ દ્વારા જ લાવવો જોઈએ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે પશ્ચિમ એશિયામાં તણાવ સતત વધી રહ્યો છે. ભારતની પોતાની પ્રથમ મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાનનું સ્વાગત કરતાં રાષ્ટ્રપતિ મુર્મુએ ભારતની BRICS અધ્યક્ષતા દરમિયાન ઈરાન તરફથી મળેલા સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો. પીએમ મોદીની પેઝેશ્કિયાન સાથે મુલાકાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું હતું કે ભારત અને ઈરાને બંને દેશોના હિતમાં લાંબા ગાળાની વ્યૂહરચના સાથે આગળ વધવું જોઈએ. નવી દિલ્હીમાં 18મા BRICS શિખર સંમેલન દરમિયાન પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે મુલાકાત બાદ આ વાત કહી હતી. પીએમ મોદીએ કહ્યું કે પેઝેશ્કિયાનની ભારત મુલાકાત ખાસ છે, કારણ કે તેઓ પહેલીવાર ભારત આવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પણ આ મુલાકાત અંગે ખુશી વ્યક્ત કરી હતી પશ્ચિમ એશિયાની સ્થિતિ પર ચર્ચા બંને નેતાઓએ ભારત-ઈરાન મિત્રતા અને પશ્ચિમ એશિયાની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે ભારત કાયમી શાંતિ માટે પોતાની પ્રતિબદ્ધતા પર અડગ છે. વાતચીત દરમિયાન પીએમ મોદીએ દરિયાઈ અવરજવર અને વેપારની સ્વતંત્રતા જાળવવા પર ભાર મૂક્યો હતો. તેમણે દરિયામાં કામ કરતા નાવિકોની સુરક્ષા અને તેમના કલ્યાણની પણ વાત કરી હતી. ભારત-ઈરાન સંબંધો પર ચર્ચા પીએમ મોદીએ કહ્યું કે, ભારત અને ઈરાનની મિત્રતાને વધુ મજબૂત બનાવવા બંને દેશોએ લાંબા ગાળાની અને બંને માટે ફાયદાકારક વ્યૂહરચના સાથે આગળ વધવું જોઈએ. બંને નેતાઓએ પશ્ચિમ એશિયાની સ્થિતિ પર પણ ચર્ચા કરી હતી. પીએમ મોદીએ દરિયાઈ અવરજવર અને વેપારની સ્વતંત્રતા જાળવવા તેમજ નાવિકોની સુરક્ષા પર ભાર મૂક્યો. બે અઠવાડિયાથી ઓછા સમયમાં બંને નેતાઓની આ બીજી મુલાકાત હતી. આ દરમિયાન પીએમ મોદીએ પડકારજનક સ્થિતિ વચ્ચે BRICSની બેઠકોમાં સતત અને ઉચ્ચ સ્તરીય ભાગીદારી બદલ ઈરાનનો આભાર પણ માન્યો. બે અઠવાડિયામાં બીજી મુલાકાત પીએમ મોદી અને પેઝેશ્કિયાનની બે અઠવાડિયાથી પણ ઓછા સમયમાં આ બીજી મુલાકાત હતી. આ પહેલા બંને નેતાઓ 31 ઓગસ્ટે બિશ્કેકમાં યોજાયેલા SCO શિખર સંમેલન દરમિયાન મળ્યા હતા. બંને નેતાઓએ ભારત-ઈરાન સંબંધોના વિવિધ મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ પડકારજનક પરિસ્થિતિ વચ્ચે BRICS સાથે જોડાયેલી બેઠકોમાં સતત અને ઉચ્ચ સ્તરીય ભાગીદારી બદલ ઈરાનનો આભાર માન્યો હતો. આ પણ વાંચો: BRICS સમિટમાં ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાનનું મોટું નિવેદન, પરમાણુ હુમલા સામે કરી મોટી માંગ
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan