Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

BRICS Summit 2026: INNOPROM પ્રદર્શન અને બિઝનેસ ફોરમથી દુનિયાને ભારતનો સ્પષ્ટ સંદેશ!

📰 Sandesh 🕐 1 min read 📅 September 11, 2026 👁 2 views
BRICS Summit 2026: INNOPROM પ્રદર્શન અને બિઝનેસ ફોરમથી દુનિયાને ભારતનો સ્પષ્ટ સંદેશ!
રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને પીએમ મોદી વચ્ચેની મુલાકાત સૌથી ખાસ છે. પીએમ મોદી-પુતિન એકબીજાને ભેટી પડ્યા આજે દિલ્હીના ભારત મંડપમ ખાતે એક ઐતિહાસિક ક્ષણ પ્રગટ થઈ હતી. પીએમ નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન એકબીજાને ભેટી પડ્યા. મીટિંગ દરમિયાન, પીએમ મોદીએ પુતિનને લગભગ 2,000 વર્ષ પહેલાં લખાયેલા સંત તિરુવલ્લુવર દ્વારા લખાયેલ તમિલ પુસ્તકનો રશિયન અનુવાદ ભેટમાં આપ્યો. પુસ્તક રજૂ કરતી વખતે, પીએમ મોદીએ પુતિનને કહ્યું કે આ પુસ્તક લોકોને લોકો સાથે જોડવા વિશે, માનવ જીવન વિશેનું પુસ્તક છે અને આપણા સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે છે. 45 મિનિટ સુધી ચાલી બેઠક પુસ્તક રજૂ કર્યા પછી, પીએમ મોદી અને પુતિન વચ્ચે એક મહત્વપૂર્ણ મુલાકાત થઈ. લગભગ 45 મિનિટ સુધી, બંને નેતાઓએ વેપાર, પરમાણુ ઉર્જા અને સંરક્ષણ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી. યુક્રેન યુદ્ધ પર પણ ચર્ચા થઈ. પીએમએ કહ્યું કે તેઓ યુદ્ધનો અંત લાવવાનો પ્રયાસ કરશે. ભારત શાંતિ પ્રયાસોને સમર્થન આપે છે. તેમણે પુતિનને વાતચીત અને રાજદ્વારી દ્વારા આ મુદ્દાનો ઉકેલ લાવવા અપીલ કરી હતી. INNOPROM પ્રદર્શનની મુલાકાત ખાસ બેઠક પછી, બંને નેતાઓએ INNOPROM પ્રદર્શનની મુલાકાત લીધી, જ્યાં અગ્રણી રશિયન કંપનીઓના સ્ટોલ પણ લગાવવામાં આવ્યા હતા. ત્યાંથી, પીએમ મોદી અને પુતિન બિઝનેસ ફોરમમાં હાજરી આપી, જ્યાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે બેઠકને સંબોધિત કરતા કહ્યું કે BRICS એટલે સંતુલિત વેપાર. તેમણે કહ્યું કે આ અત્યાર સુધીનું સૌથી મોટું વ્યાપાર મંચ છે. BRICS દેશો અને અન્ય દેશો વચ્ચે વેપાર વધ્યો છે. BRICS દેશોમાં આપણી નિકાસ 24% હતી. પીયૂષ ગોયલની પ્રતિક્રિયા પીયૂષ ગોયલે કહ્યું, આ જબરદસ્ત વૃદ્ધિ બ્રિક્સ બજારના વિશાળ કદ અને આગામી વર્ષોમાં વેપારને વધુ વિસ્તૃત કરવાની અમારી ક્ષમતાને પ્રતિબિંબિત કરે છે. હવે અમારું કાર્ય આ વૃદ્ધિને બ્રિક્સ દેશો વચ્ચે મજબૂત વેપાર, વધુ મજબૂત સપ્લાય ચેઇન અને અમારા વ્યવસાયો માટે વધુ સારી તકોમાં રૂપાંતરિત કરવાનું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બ્રિક્સ સમિટમાં હાજરી આપવા અને દ્વિપક્ષીય વેપાર, રોકાણ અને ઉર્જા સહયોગ વધારવા પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાટાઘાટો કરવા માટે ગઈકાલે રાત્રે ભારતની ત્રણ દિવસની મુલાકાતે દિલ્હી પહોંચ્યા હતા. પુતિન સાથે ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ છે. આ પણ વાંચોઃ પીએમ મોદી અને પુતિને કરી INNOPROM પ્રદર્શનની મુલાકાત, જાણો શુ છે ખાસ?
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan