top
BRICS Summit 2026: “મતભેદો વિવાદ ન બનવા જોઈએ”, મોદી-શી જિનપિંગની મુલાકાતમાં PMનો મોટો સંદેશ
12 સપ્ટેમ્બર 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલા બ્રિક્સ શિખર સંમેલન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ ઓગસ્ટ 2025માં તિયાનજિનમાં થયેલી છેલ્લી મુલાકાત બાદ ભારત-ચીન દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી સતત પ્રગતિનું સ્વાગત કર્યું. મતભેદો વિવાદમાં ન બદલાય તેવો ભાર મોદી અને શી જિનપિંગે બંને દેશોના સંબંધોને વ્યૂહાત્મક અને લાંબા ગાળાના દૃષ્ટિકોણથી જોવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. વડાપ્રધાને પરસ્પર સન્માન, પરસ્પર સંવેદનશીલતા અને પરસ્પર હિતના ત્રણ સિદ્ધાંતોનું પાલન કરવાની વાત કરી હતી. સરહદે શાંતિ અને સ્થિરતા જરૂરી વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા ભારત-ચીન સંબંધોના સતત વિકાસ માટે મહત્વપૂર્ણ આધાર છે. બંને પક્ષોએ સરહદ સંબંધિત હાલના કરારો અને સમજૂતીઓનું પાલન કરવાની જરૂરિયાત વ્યક્ત કરી. સાથે જ સરહદ વિવાદના નિષ્પક્ષ, યોગ્ય અને પરસ્પર સ્વીકાર્ય ઉકેલ માટે પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરવામાં આવી. વેપાર અસંતુલન અને સપ્લાય ચેન પર ચર્ચા બંને નેતાઓએ સાંસ્કૃતિક આદાન-પ્રદાન, વ્યાપારી સંબંધો અને લોકોની અવરજવર વધારવા પર ભાર મૂક્યો. આર્થિક અને વેપારી સંબંધોમાં રહેલા માળખાકીય અસંતુલન, સપ્લાય ચેન તથા બજાર સુધીની સરળ અને અનુમાનિત પહોંચ જેવા મુદ્દાઓ ઉકેલવાની જરૂરિયાત પર પણ ચર્ચા થઈ. બ્રિક્સમાં ભારતની ભૂમિકાની પ્રશંસા વડાપ્રધાન મોદીએ ભારતની બ્રિક્સ અધ્યક્ષતાને ચીનના સમર્થન અને 2026ના બ્રિક્સ શિખર સંમેલનની સફળતામાં તેના યોગદાનની પ્રશંસા કરી. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ભારતની અધ્યક્ષતા દરમિયાન 8 મહિનામાં 350થી વધુ બેઠકો યોજાઈ હતી. ન્યૂ દિલ્હી ડિક્લેરેશનને મંજૂરી બ્રિક્સ બેઠક દરમિયાન ભારત દ્વારા રજૂ કરાયેલા ન્યૂ દિલ્હી ડિક્લેરેશનને તમામ સભ્ય દેશોએ સ્વીકાર્યું હોવાનું જણાવાયું છે. તેને ભારતની મોટી કૂટનિતીક સફળતા તરીકે જોવામાં આવી રહી છે. નેતાઓએ સંયુક્ત રાષ્ટ્રમાં વ્યાપક સુધારા, વિકાસશીલ દેશોની વધુ ભાગીદારી અને આંતરરાષ્ટ્રીય નાણાકીય માળખામાં સુધારાનું સમર્થન પુનરાવર્તિત કર્યું. સ્થાનિક કરન્સીમાં વેપાર સેટલમેન્ટ પર ભાર બ્રિક્સમાં સ્થાનિક ચલણમાં વેપાર સેટલમેન્ટ અંગેની ચર્ચા નવી નથી. વિદેશ મંત્રાલય મુજબ, સ્થાનિક કરન્સી સેટલમેન્ટથી ટ્રાન્ઝેક્શન ખર્ચ ઘટાડવામાં મદદ મળી શકે છે અને તે વૈશ્વિક પેમેન્ટ તથા સેટલમેન્ટ સિસ્ટમના પૂરક તરીકે ઉપયોગી બની શકે છે. આ પણ વાંચો : Surat : પતિએ પત્નીને જ ‘વાઈફ સ્વેપિંગ’ માટે ધકેલી, દેરાણી બોલી- ‘આ તો આજકાલ કોમન છે’
Read full article on Sandesh