crime
બુધેલમાં પુત્રવધૂને તેડવા આવેલા પિતા-પુત્ર સહિત ત્રણ પર હુમલો:બેટ-પાઈપ અને ઢીંકાપાટુથી માર માર્યો, પત્ની અને સાળા સહિત ચાર સામે ગુનો દાખલ
સુરતમાં રહેતા મૂળ અમરેલીના રમેશભાઈ ચારોલીયા પોતાના પુત્રની પત્નીને તેડવા માટે ભાવનગરના બુધેલ ગામે સાસરિયામાં આવ્યા હતા. આ દરમિયાન પત્ની અને બહેન વચ્ચે થયેલી બોલાચાલીમાં વચગાળાનો રસ્તો કાઢવા જતાં, પત્ની તેમજ સાળા સહિતના ચાર શખ્સોએ ઉશ્કેરાઈને પ્લાસ્ટિકના બેટ અને પાઈપ વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં રમેશભાઈ ઉપરાંત તેમના પુત્ર અને બહેનને પણ શારીરિક ઈજાઓ પહોંચી હતી. પત્ની અને બહેન વચ્ચેના ઝઘડામાં પિતા-પુત્ર અને બહેનને માર મરાયો રમેશભાઈ તેમના પત્ની રેખાબેન, બાળકો અને બહેન હંસાબેન સાથે બુધેલ ગામે પુત્ર રાકેશની પત્નીને લેવા આવ્યા હતા. તે સમયે તેમની પત્ની અને બહેન વચ્ચે ઝઘડો થતાં રમેશભાઈ છોડાવવા પડ્યા હતા. આ મામલે ઉશ્કેરાઈને તેમની પત્ની રેખાબેન, સાળા ચકુ પરમાર, સાળાના પુત્ર નિકુલ અને વલ્લભ પરમારે પ્લાસ્ટિકના બેટ, પાઈપ અને ઢીંકાપાટુથી માર મારી ત્રણેયને ઈજાગ્રસ્ત કર્યા હતા. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા, પોલીસે ગુનો નોંધ્યો હુમલામાં ઈજાગ્રસ્ત રમેશભાઈ, તેમના પુત્ર રાકેશ અને બહેન હંસાબેનને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે રમેશભાઈની ફરિયાદના આધારે વરતેજ પોલીસે ચારેય આરોપીઓ સામે કાયદેસરની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar