Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

ચાંદીપુરા વાયરસથી ગુજરાતમાં 23 બાળકોના મોત, આ જીવલેણ બીમારી કેવી રીતે ફેલાય છે, લક્ષણ અને બચવાના ઉપાય જાણો

📰 The Indian Express 🕐 1 min read 📅 August 10, 2026 👁 6 views
ચાંદીપુરા વાયરસથી ગુજરાતમાં 23 બાળકોના મોત, આ જીવલેણ બીમારી કેવી રીતે ફેલાય છે, લક્ષણ અને બચવાના ઉપાય જાણો
Chandipura Virus Caused, Symptoms And Prevention : ચાંદીપુરા વાયરસનો ગુજરાતમાં કહેર યથાવત છે. અત્યાર સુધી આ જીવલેણ ચાંદીપુરા થી ગુજરાતમાં 23 દર્દીઓના મોત થયા છે. છેલ્લા ઘણા સમયથી ચોમાસાની સીઝનમાં ચાંદીપુરા વાયરસની બીમારી ફેલાય છે. આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ વાયરસનો સૌથી મોટો ખતરો 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને હોય છે. ચાંદીપુરા વાયરસે ગુજરાતમાં કહેર મચાવ્યો છે. ગુજરાતમાં 2026ની ચોમાસા ઋતુમાં ચાંદીપુરા વાયરસના કારણે 23 બાળકોના મોત થયા છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યભરમાં વાયરસના 217 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાંથી 39 કેસો પોઝિટિવ આવ્યા છે. ચાંદીપુરા વાયરસ નામ કેવી રીતે પડ્યું? હકીકતમાં ચાંદીપુરા વાયરસનું નામ મહારાષ્ટ્રના ચંદ્રપુર શહેરના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ વાયરસની ઓળખ સૌ પ્રથમ 1965માં થઈ હતી. આ વાયરસે ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ અને મધ્ય ભારતના અન્ય વિસ્તારોમાં તબાહી મચાવી છે. આ વાયરસ વાયરલ ઇન્ફેક્શનના કારણે થાય છે. ચાંદીપુરા વાયરસ કેવી રીતે ફેલાય છે? દિલ્હીના શાલીમાર બાગની ફોર્ટિસ હોસ્પિટલના બાળરોગ વિભાગના વરિષ્ઠ નિર્દેશક અને યુનિટ હેડ ડો. વિવેક જૈને જણાવ્યું હતું કે, ચાંદીપુરા વાયરસ ચેપગ્રસ્ત સેન્ડ ફ્લાય એટલે કે એક ખાસ માખીના કરડવાથી ફેલાય છે. વરસાદની ઋતુમાં ગરમ તાપમાન, વધુ પડતો ભેજ અને ગંદકી આ જંતુઓને સંવર્ધન માટે અનુકૂળ પરિસ્થિતિઓ બનાવે છે. ડો.વિવેક જૈને જણાવ્યું હતું કે, માટીના મકાનોની તિરાડ પડેલી દિવાલો, આસપાસ કચરાના ઢગલા, ઘરની નજીક પશુઓ રાખવા અને પૂરતા વેક્ટર કન્ટ્રોલના અભાવ ચેપનું જોખમ વધે છે. જ્યાં સુધી આ પર્યાવરણીય પરિસ્થિતિઓમાં સુધારો નહીં થાય, ત્યાં સુધી સીઝન બીમારી ફાટી નીકળવાનું જોખમ યથાવત રહી શકે છે. ચંદીપુરા વાયરસ બાળકો માટે ખતરનાક કેમ છે? ચાંદીપુરા વાયરસના સંક્રમણની મુખ્ય ખાસિયત એ છે કે તે બાળકોને અસર કરે છે, ખાસ કરીને 15 વર્ષથી ઓછી ઉંમરના લોકો. આ ઉંમરે, બાળકોની રોગપ્રતિકારક શક્તિ સંપૂર્ણ રીતે વિકસિત નથી અને તેઓ આ ઝડપથી ફેલાતા વાયરસ માટે સંવેદનશીલ છે. આ ઉપરાંત, બાળકો બહાર વધુ સમય વિતાવે છે, જે ચેપગ્રસ્ત માખીના સંપર્કમાં આવવાની સંભાવના વધારે છે. બાળકોમાં વધતા કુપોષણ, ભીડભાડવાળા સ્થળો અને સમયસર આરોગ્ય સુવિધાઓનો અભાવ બાળકોમાં જોખમ વધારી શકે છે. ચાંદીપુરા વાયરસ અન્ય વાયરલ ચેપથી અલગ છે જેમાં આ રોગ થોડા દિવસોમાં ક્રમશઃ વધવાને બદલે ખૂબ જ ઝડપથી ગંભીર બની શકે છે. કેટલાક બાળકોને શરૂઆતમાં તાવ આવ્યા પછી અચાનક તીવ્ર એન્સેફલાઇટિસ સિન્ડ્રોમ (AES) થઈ શકે છે. તે મગજમાં તીવ્ર સોજાની સ્થિતિ છે, જેમાં આંચકી આવવી, બેભાન થવું અને જો સમયસર બીમારી ઓળખીને તાત્કાલિક સારવાર કરવામાં ન આવે તો ગંભીર કેસોમાં 24 થી 48 કલાકની અંદર બાળકનું મૃત્યુ પણ થઇ શકે છે. ચાંદીપુરા વાયરસના લક્ષણો શું છે? ચાંદીપુરા વાયરસના ચેપની શરૂઆત ઘણીવાર સામાન્ય વાયરલ તાવ જેવી જ હોય છે. આ કારણોસર, તેને સામાન્ય તાવ ગણવો મોટી ભૂલ બની શકાય છે. પરંતુ જો બાળકને અચાનક વારંવાર ઉલટી થાય છે અથવા તીવ્ર તાવ સાથે માથાનો દુખાવો થાય છે, તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. આ ઉપરાંત, બાળક ખૂબ જ સુસ્ત, ચીડિયાપણું, મૂંઝવણ, આંચકી અથવા ચેતના કોષમાં કોઈ ફેરફાર ગંભીર ચેતવણીના સંકેત દેખાય છે, તો તરત જ બાળકને હોસ્પિટલ લઇ જાવો. આ બીમારી માત્ર એક કે બે દિવસમાં તાવથી લઈને ગંભીર ન્યુરોલોજીકલ બીમારી સુધી જઇ શકે છે, તેથી સારવારમાં વિલંબ કરવાથી ગંભીર પરિણામો આવી શકે છે. ચાંદીપુરા વાયરસ ઝડપથી ગંભીર સ્થિતિમાં કેમ ઉભી કરે છે? સંશોધનમાં ખુલાસો ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના સંશોધકો દ્વારા કરવામાં આવેલા તાજેતરના સંશોધન મુજબ, ચાંદીપુરા વાયરસથી સંક્રમિત બાળકમાં વાયરસ પ્રથમ થોડા કલાકોમાં શરીરની રોગપ્રતિકારક શક્તિને ઝડપથી સક્રિય કરે છે. જેમ જેમ ચેપ આગળ વધે છે, વાયરસ ચેપગ્રસ્ત કોષના ચયાપચયમાં ફેરફાર કરવાનું શરૂ કરે છે અને જનીનોને સક્રિય કરે છે જે વાયરસને ઝડપથી વધવામાં મદદ કરે છે. 24 કલાકની અંદર, કોષના ઘણા સામાન્ય કાર્યોને અસર થવા લાગે છે. આ સમજાવવામાં મદદ કરી શકે છે કે શા માટે ચાંદીપુરા વાયરસનો ચેપ ટૂંકા ગાળામાં આટલું ઝડપથી ગંભીર બની શકે છે. ચાંદીપુરા વાયરસથી કેવી રીતે બચવું? અત્યાર સુધી ચાંદીપુરા વાયરસ સામે કોઈ વેક્સીન કે સ્પેશિયલ એન્ટિવાયરલ દવા ઉપલબ્ધ નથી. આવી સ્થિતિમાં, સપોર્ટિવ કેર અને દર્દીની સ્થિતિ અનુસાર રોગની વહેલી તપાસ સારવારનો મુખ્ય આધાર છે. તેથી, સંક્રમિત માખીના કરડવાથી બચવું એ ચેપનું જોખમ ઘટાડવા માટેનું સૌથી અસરકારક પગલું છે. બાળકોએ આ વાયરસથી બચાવવા માટે સંપૂર્ણ બાંયના કપડાં પહેરવા જોઈએ, ખાસ કરીને સાંજે અને રાત્રે જ્યારે સેન્ડ ફ્લાય માખીઓ વધુ સક્રિય હોય છે. બાળકોને સુવડાવતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરો. ઘરની આસપાસના વાતાવરણને સ્વચ્છ રાખો, દિવાલોમાં તિરાડ હોય તો તાત્કાલિક રિનોવેશન કરાવો, જંતુઓને સંવર્ધન માટેના સંભવિત સ્થળોની સફાઇ કરવાથી ચેપનું જોખમ ઘટાડવામાં મદદ મળી શકે છે. ચાંદીપુરા વાયરસનો સામનો કરવા માટે ઇમરજન્સીમાં પૂરતા પગલાં લેવા જરૂરી છે એટલું જ નહીં, પરંતુ જોખમી જિલ્લાઓમાં આખું વર્ષ સર્વેલન્સ સિસ્ટમ મજબૂત રાખવી પણ જરૂરી છે. Disclaimer : આ લેખ ફક્ત સામાન્ય માહિતી અને જાગૃતિ હેતુઓ માટે તૈયાર કરવામાં આવ્યો છે. તે કોઈ પણ રીતે લાયક ડોક્ટર અથવા આરોગ્ય નિષ્ણાતની તબીબી સલાહ, તપાસ અથવા સારવારનો વિકલ્પ નથી. જો તમારા બાળકને તાવ, ઉલટી, સુસ્તી અથવા ન્યુરોલોજીકલ લક્ષણો હોય, તો વિલંબ કર્યા વિના તરત જ હોસ્પિટલમાં બતાવો.
Read full article on The Indian Express

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan