top
પતિ સાથે ફિલ્મ જોવા ગયેલી સિંગર કિંજલ રબારીનું અપહરણ:પોલીસને જાણ થતા CCTVના આધારે તપાસ શરૂ, અમદાવાદના ચાંદખેડાનો બનાવ
ગુજરાતી સિંગર કિંજલ રબારીનું અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં અપહરણ થયાની તેમના જ પતિ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી. કિંજલ રબારી અને તેના પતિ ચાંદખેડા વિસ્તારમાં આવેલા મોલમાં ફિલ્મ જોવા માટે પહોંચ્યા ત્યારે આ બનાવ બન્યો. પોલીસને ઘટનાસ્થળ પર પહોંચી CCTVના આધારે તપાસ હાથ ધરી છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સિંગર કિંજલ રબારી પતિ સાથે ચાંદખેડાના મોલમાં મૂવી જોવા ગઈ હતી જે બાદ બે ગાડી આવી હતી જેમાં ક્રેટા જેમાંથી એક કારમાં કિંજલનું અપહરણ કરીને લઈ જવામાં આવી હોવાની કિંજલના પતિએ પોલીસને જાણ કરી હતી.બનાવની જાણ થતા ચાંદખેડા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી.પોલીસ દ્વારા CBD મોલની આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. કિંજલ રબારીએ અગાઉ પરિવારની મરજી વિરુદ્ધ આંજણા ચૌધરી સમાજના અશોક ચૌધરી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, જેના કારણે મોટો સમાજિક વિવાદ થયો હતો. માર્ચ 2026માં આ વિવાદ વધતાં તેમણે છૂટાછેડા લીધા હતા અને પરિવાર તથા સમાજના આગેવાનની મધ્યસ્થીથી પિતાના ઘરે પરત ફર્યા હતા. અગાઉના સંબંધનો અંત આવ્યા બાદ, ઓગસ્ટ 2026માં કિંજલ રબારીએ ગોતરકા ગામના નિવાસી અને વ્યવસાયે શિક્ષક મુકેશ રબારી (મુકેશ દેસાઈ) સાથે સમાજના રીત-રિવાજ મુજબ સાદગીપૂર્વક ફરી લગ્ન કરી લીધા છે.
Read full article on Divya Bhaskar